JUNAGADH
જૂનાગઢ વહીવટી તંત્રની સતર્કતા જિલ્લામાં તકેદારીના ભાગરૂપે ૩૩ સગર્ભા બહેનોનું સ્થળાંતર
છેલ્લા ત્રણ દિવસમાં આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા બહેનોના સ્થળાંતરની કામગીરી : ૧૭ સગર્ભા બહેનોને સગાઓના ઘરે સુરક્ષિત રીતે શીફ્ટ કરાયા

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારે વરસાદ વચ્ચે સગર્ભા બહેનોની વિશેષ કાળજી લેવામાં આવી હતી. ખાસ કરીને ઘેડ વિસ્તારના અને નીચાણ વાળા ગામોમાં જે સગર્ભા બહેનોને ડીલવરી માટેનો સમય નજીકમાં હતો, તેમને કોઈ મુશ્કેલીઓ ન પડે તે માટે આગોતરી તૈયારીઓના ભાગરૂપે સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.






