GUJARATJUNAGADHKESHOD

કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ કેશોદ ખાતે નવનિર્મિત મોડલ ફાયર સ્ટેશનની મુલાકાત લીધી

કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ કેશોદ ખાતે નવનિર્મિત મોડલ ફાયર સ્ટેશનની મુલાકાત લીધી

કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ આજે જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે નવનિર્મિત અગ્નિશામનની આધુનિક સુવિધાઓ અને સાધનોથી સજ્જ મોડલ ફાયર સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ફાયર સ્ટેશનની આધુનિક સુવિધાઓ, અગ્નિશમન સાધનો અને કર્મચારીઓની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.ઉલ્લેખનીય છે કે, આપત્તિ સમયે ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપવા માટે આ આધુનિક ફાયર સ્ટેશન મહત્વપૂર્ણ ભૂમિકા બની રહેશે. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા, કેશોદ નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલીયા, સાવજ ડેરી ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા સહિતના પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Check Also
Close
Back to top button
error: Content is protected !!