જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણીજન્ય રોગો અટકાવવા લેવાતી તકેદારીઓ
જિલ્લાની ૧૪ જૂથ પાણી પુરવઠા યોજનાના હેડ વર્કસના પાણી વિતરણના સમ્પમાં અવિરત કરતું ક્લોરીનેશન

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : પાણીજન્ય રોગો અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરતી તકેદારી લેવામાં આવી રહી છે, જૂનાગઢ જિલ્લામાં પીવાના પાણી માટેની કાર્યરત ૧૪ જૂથ પાણી પુરવઠા યોજનાના હેડ વર્કસના પાણી વિતરણના સંપમાં અવિરત ક્લોરીનેશન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત પીવાના પાણીના સ્થાનિક સ્ત્રોત ઉપલબ્ધ છે ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.


ઉલ્લેખનીય છે કે, કલોરીન જંતુનાશક તરીકેનો ગુણ ધરાવતુ હોવાથી ટેપ વોટ૨માં અમુક પ્રકા૨ના જીવાણુઓ અને સુક્ષ્મજીવો જેવા કે બેકટેરિયા- વાઇરસનો નાશ કરવા માટે કલોરીનેશન કરવું જરૂરી છે. કલોરીનેશનથી કોલેરા, ટાઈફોઈડ, મરડો ઝાડા ઉલ્ટી, કમળો ઉપરાંત ચામડીના રોગો જેવા પાણીજન્ય રોગોને અટકાવવા માટે જરૂરી છે.



