
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૨૯ ઓગસ્ટ : કંપનીના પોર્ટફોલિયોમાં 3,120 MW નો ઉમેરો થશે.અમદાવાદ સ્થિત અદાણી પાવર લિમિટેડ (APL) ક્ષમતા વિસ્તરણના પ્રયાસોને સતત વેગ આપી રહી છે. કંપની 4,800 મેગાવોટની વધારાની પાવર જનરેશન ક્ષમતા ઉમેરવા પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરી રહી છે. આ માટે અદાણી પાવર છત્તીસગઢ અને ઉત્તરપ્રદેશ રાજ્યોમાં ત્રણ મોટા પ્રોજેક્ટ્સને આગળ ધપાવી રહી છે. ભારતની વધતી જતી વીજ માંગને પૂરી કરવામાં વધારાની પાવર ક્ષમતા મહત્વની ભૂમિકા ભજવશે.અદાણી પાવર લિમિટેડ ઈનઓર્ગેનિક રાહે ક્ષમતા વિસ્તરણની યોજના બનાવી રહી છે. કંપનીના પ્રવક્તાએ અર્નિંગ કૉલ અંતર્ગત વિશ્લેષકોને જણાવ્યું હતું કે, 4,800 મેગાવોટ ક્ષમતા ઉમેરવા બ્રાઉનફિલ્ડ વિસ્તરણ પ્રોજેક્ટના મૂલ્યાંકન પર કામ ચાલી રહ્યું છે. APL લેન્કો અમરકંટક અને કોસ્ટલ એનર્જનના રિઝોલ્યુશન પ્લાન માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) પાસેથી પણ મંજૂરી માંગી છે, તેનાથી પોર્ટફોલિયોમાં 3,120 MW નો ઉમેરો થશે.APL થર્મલ પાવર ક્ષમતા બમણી કરીને લગભગ 30 મેગાવોટ કરવાની વ્યૂહરચનાના ભાગરૂપે મિર્ઝાપુર ખાતે 1600 મેગાવોટ (2×800) ગ્રીનફિલ્ડ અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટનું નિર્માણ કરી રહી છે. આ યુનિટ મિર્ઝાપુર થર્મલ એનર્જી (યુપી) પ્રાઈવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. અદાણી પાવર કંપની છત્તીસગઢમાં રાયપુર અને રાયગઢ ખાતે બે અને ઉત્તર પ્રદેશમાં તેની પેટાકંપની મિર્ઝાપુર થર્મલ એનર્જી દ્વારા 1,600 મેગાવોટના નવા પ્લાન્ટ પર કામ કરી રહી છે. કંપની પ્રવક્તાના જણાવ્યુ હતું કે, “અમે લેન્કો અમરકંટક અને કોસ્ટલ એનર્જન માટેના રિઝોલ્યુશન પ્લાનની NCLT (નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ)ની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ, જે અમારી કાર્યકારી ક્ષમતાને 1,800 મેગાવોટ સુધી વિસ્તૃત કરશે અને બાંધકામ હેઠળની ક્ષમતામાં વધુ 1,320 મેગાવોટ ઉમેરશે.” તેમણે ઉમેર્યું હતું કે આ વિસ્તરણ કંપનીની લક્ષ્ય ક્ષમતાને 2029-30 સુધીમાં 30.67 GW સુધી લઈ જશે જે અત્યારે 15 GW છે”. ભારતની વધતી જતી વીજ માંગને જોતા 2030 સુધીમાં સરકારે 400 ગીગાવોટ પાવર જનરેશન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. જેમાંથી 300 ગીગાવોટ થર્મલ પાવર પ્લાન્ટમાંથી પેદા થશે. આગામી 5-6 વર્ષોમાં તે 80-90 GW થર્મલ ક્ષમતા ઉમેરવાની જરૂર પડશે. આજે પણ ભારત દેશના કેટલાક રાજ્યોમાં વીજળીની ઉણપ છે અને તેથી ઘણા થર્મલ પાવર PPA બિડિંગ માટે આવી રહ્યા છે. અદાણી પાવરની જનરેશન ક્ષમતા વધવાથી વિકસીત ભારત બનાવવાની દિશામાં નોંધપાત્ર યોગદાન મળશે.




