BANASKANTHAGUJARATPALANPUR
રણાવાસ પ્રાથમિક શાળાના બાળકોને અંધશ્રદ્ધા નિર્મૂલન જાણકારી અંગે જાદુના ખેલ નો કાર્યક્રમ યોજાયો
30 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
રણાવાસ પ્રાથમિક શાળાના બાળકોને અંધશ્રદ્ધા નિર્મૂલન જાણકારી અંગે જાદુના ખેલ નો કાર્યક્રમયોજવામાં આવ્યો હતો જેમાં બેગલેશ ડે કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક શાળા ના બાળકોને જાદુગર વિશ્વા( પ્રકશભાઈ જોષી) દ્વારા જાદુના ખેલ બતાવવામાં આવ્યા.જાદુના ખેલની સાથે સાથે બાળકોને અંધશ્રદ્ધા,અન્ન અને જળનો બચાવ,પર્યાવરણ બચાવો વગેરે જેવી બાબતો ની જાગૃતિ માટેની વાત કરવામાં આવી બાળકોએ ખૂબ ઉત્સાહભેર કાર્યક્રમને માણ્યો.મોટાભાગના બાળકોએ પ્રથમ વખત જ જાદુના ખેલનો અનુભવ કરતા હોઇ ખૂબ જ ઉત્સાહિત હતા.આ કાર્યક્રમ શાળાના તમામ બાળકો તથા શિક્ષક મિત્રોએ નિહાળ્યો હતો અને આચાર્યશ્રી તથા શિક્ષકો દ્વારા સારો સહકાર આપવામાં આવ્યો હતો.