GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલના તબીબ ઉપર હુમલાનો પ્રયાસ મહિલા સહિત 5 વ્યક્તિ સામે ગુનો નોંધાયો.

તબીબે મૃત જાહેર કરતા સગા વિફર્યા ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ

તા.31/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

તબીબે મૃત જાહેર કરતા સગા વિફર્યા ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ

સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ચાર પાંચ લોકો મરણ થઇ ગયેલ વ્યક્તિને લાવ્યા હતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા તેમના સગા અમદાવાદથી હોસ્પિટલ પહોચ્યા હતા અને તબીબ સાથે ઝપાઝપી કરતા તેમની સામે તબીબે ફરજમાં રૂકાવટની ફરીયાદ નોંધાવી હતી જયભાઈ લક્ષ્મીકાંતભાઈ રાવલ નામના તબીબે જણાવ્યું હતું કે બપોરે બે વાગે અમુક લોકો રિક્ષામાં એક મૃતદેહ લઈને ગાંધી હોસ્પિટલ આવ્યા હતા દર્દીના ધબકારા બંધ હતા અને બ્લડ પ્રેશર પણ નહોતું આવતું સાથે જ આંખની કીકી પણ ડાયલેટ થઇ ગઈ હતી તેથી સુખદેવભાઈ ધનજીભાઈ પરમાર નામના દર્દીની સાથે આવનારને તબીબે જણાવ્યું હતું કે સુખદેવભાઈનું મરણ થઇ ગયું છે સાથે જ ડોક્ટર જાય રાવલે ઈ.સી.જી અને અન્ય રીપોર્ટ કરીને સમય સહિતની નોંધ પણ કરી હતી દર્દી સાથે આવેલા નટુભાઈ નામના સબંધીએ કહ્યું હતું કે અમે તેમના સગાને અમદાવાદથી બોલાવી લઈએ છીએ ત્યારબાદ 15 થી 20 સગાએ આવીને મૃતદેહને સીપીઆર આપવાનું કહેતા તબીબે જણાવેલ કે મૃતદેહનું શરીર જક્ડવાની પ્રક્રિયા શરુ થઇ ગઈ હોવાથી સીપીઆર આપવું યોગ્ય નથી ત્યારે મંજુબેન સહીત અન્ય વ્યક્તીઓએ તબીબ સાથે માથાકુટ કરી ગરદન પકડીને વાળ ખેચીને શર્ટનો કાઠલો પકડી ઝપાઝપી કરવા લાગ્યા હતા આથી ડો.જય રાવલે સીડીએમો ડો. ખાટને જાણ કરીને ફરજમાં રૂકાવટ અંગે ફરીયાદ નોંધાવી હતી.

Back to top button
error: Content is protected !!