સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત નિર્મળ ગુજરાત થકી પાલિકાના શ્રેષ્ઠ સફાઈ કર્મીઓને પ્રોત્સાહન કરાયા…


સાબરકાંઠા….
સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત નિર્મળ ગુજરાત થકી પાલિકાના શ્રેષ્ઠ સફાઈ કર્મીઓને પ્રોત્સાહન કરાયા…
ઈડર નગરપાલીકા દ્વારા પાંચ શ્રેષ્ઠ સફાઈ કર્મીઓને 10 હજારની રકમ આપી પ્રોત્સાહન કરવામાં આવ્યાં….
સાબરકાંઠા જિલ્લાની ઈડર નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત નિર્મળ ગુજરાત 2.0 હેઠળ એપ્રિલથી ઓગસ્ટ માસ સુધીનાં શ્રેષ્ઠ સફાઈ કર્મીઓને પ્રોત્સાહિત કરી સન્માનીત કરવામાં આવ્યાં હતાં. શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય જ્યારે પણ તંત્રને સફાઈ નો પ્રશ્ન આવે ત્યારે તેને સ્વાભાવિક છે કે સફાઈ કામદાર યાદ આવતા હોય છે. શહેરને સ્વચ્છ સુંદર રાખનાર સફાઈ કામદારોને પ્રોત્સાહન સાથે સન્માનિત કરાતા સફાઈ કામદારોમાં પણ ખુશી જોવા મળી હતી. નગરપાલિકામાં શ્રેષ્ઠ સફાઈ કામદાર તરીકે પાંચ જેટલા સફાઈ કામદારોને 10 હજારનો ચેક તેમજ ફૂલહાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રત્યેક શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઈ કામદારને પ્રોત્સાહન ઇનામ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવતા ખુશી જોવા મળી હતી. આ પ્રસંગે નગરપાલિકા ચીફ ઓફિસર સાવી સોની, બાંધકામ ઈજનેર મેઘનાબેન રાવ, દિગ્વિજયસિંહ પરમાર, દીપક પટેલ, એસ.આઈ જીગર રામી, સહિત પાલિકા સ્ટાફ તેમજ સફાઈ કામદારો હાજર રહ્યા હતા..
જયંતિ પરમાર સાબરકાંઠા




