Halvad:હળવદના ઢવાણા ગામે દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને ૪ લાખની સહાયના ચેક અર્પણ
Halvad:હળવદના ઢવાણા ગામે દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને ૪ લાખની સહાયના ચેક અર્પણ
હળવદના ઢવાણા ગામે ટ્રેકટર દ્વારા નદી પાર કરતી વખતે ટ્રોલી પલ્ટી ખાઈ જતા પાણીના ધસમસતા પ્રવાહમાં ૧૭ લોકો તણાયા હતા જેમાંથી ૯ લોકોનુ રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ અને ૮ લાપતા બન્યા હતા ત્યારબાદ લાંબી જહેમત બાદ તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા તમામ લાપતા બનેલા આઠ મૃતદેહોને નદીમાંથી શોધી કાઢ્યા હતા ત્યારબાદ તાત્કાલિક ઢવાણા નદીના પ્રવાહમાં ટ્રોલી દુર્ઘટનામાં મોતને ભેટેલા મૃતકોને રાજ્ય સરકારે ૪ લાખની સહાયની જાહેરાત કરી હતી જેથી
મોરબી-કચ્છ સાંસદ વિનોદ ચાવડા અને સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ સિહોર અને મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતના આગેવાનોએ સાંત્વના પાઠવી મૃતકોના પરિજનોને મુખ્યમંત્રી રાહત નિઘીમાથી મંજુર થયેલ ફંડમાંથી રૂ. 4 લાખની સહાયનો ચેક તેમના પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યા છે.