GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના લાલપર ગામે હનુમાનજીના મંદિર વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા આઠ મહીલા ઝડપાઈ

MORBI:મોરબીના લાલપર ગામે હનુમાનજીના મંદિર વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા આઠ મહીલા ઝડપાઈ

 

 

મોરબી તાલુકાના લાલપર ગામે હનુમાનજી મંદિર વાળી શેરી પહેલા ગેઇટ વાળી શેરી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ મહિલાને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડી હતી.


મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબી તાલુકાના લાલપર ગામે હનુમાનજી મંદિર વાળી શેરી પહેલા ગેઇટ વાળી શેરી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ મહિલા વસંતબેન બળદેવભાઈ પટેલ (ઉ.વ.૫૫), રંજનબેન પરેશભાઈ ટાંક (ઉ.વ.૪૨), સુમનબેન પ્રવીણભાઈ વરમોરા (ઉ.વ.૩૪), લતાબેન હિતેષભાઇ રામાનુજ (ઉ.વ.૩૭), જાગ્રુતીબેન રાજુભાઇ લો (ઉ.વ.૩૭), ભારતીબેન હિતેષભાઇ પઢારીયા (ઉ.વ.૪૫), પ્રભાબેન શામજીભાઇ જાંબુકીયા (ઉ.વ.૪૫), રેમાબેન કિશોરભાઈ રવાણી (ઉ.વ.૪૦) રહે. બધાં લાલપર ગામ તા. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૯,૧૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!