સાબરકાંઠા જિલ્લા ઇડર તાલુકા ના કડિયાદરા ગામ ના પેરામિલેટ્રી બીએસએફ નિવૃત જવાન રમેશભાઈ ના સન્માન સમારંભ યોજાયો







**સાબરકાંઠા જિલ્લા ઇડર તાલુકા ના કડિયાદરા ગામ ના પેરામિલેટ્રી બીએસએફ નિવૃત જવાન રમેશભાઈ ના સન્માન સમારંભ મા પટેલ દિપેશભાઈ ગુજરાત પ્રદેશ પ્રમુખ પેરામિલેટ્રી સંગઠન વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા **
આજના આ સન્માન સમારંભ ની રેલી ઇડર અંબાજી રોડ ,વિજયનગર ચાર રસ્તા થી શરૂ થઈ હતી જેમાં પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ નિવૃત અને શહીદ કલ્યાણ ચેટિટેબલ ટ્રસ્ટ , ગુજરાત પેરામિલેટ્રી સંગઠન. તુલસીભાઈ મહામંત્રી અરવિંદભાઈ ઉપ પ્રમુખ દુલાભાઈ પ્રભારી અરવલ્લી જિલ્લા કાંતિભાઈ ઉપ પ્રમુખ સાબરકાંઠા જિલ્લા મનહરભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ રમેશભાઈ. વડાલી ઉપ પ્રમુખ વિરચંદભાઈ વડાલી તાલુકા પ્રમુખ દિલીપભાઈ વિજયનગર તાલુકા પ્રમુખ અને સંગઠન સદસ્યો અને ખૂબ મોટી સંખ્યા મા નાગરિકો હાજર રહ્યા અને નિવૃત જવાન ને ઉમગ ઉત્સાહ થી આવકાર્યા અને અભિનંદન પાઠવ્યા .
પટેલ દિપેશ દ્વારા ખાસ આ શુભ પ્રસંગ મા ખાસ જણાવવામાં આવ્યું કે પેરામિલેટ્રી નું દેશ ની સુરક્ષામા ખૂબ મોટું યોગદાન છે અને એક જાત ની આર્મી સેના લશ્કર છે જેથી આ જવાનો ને અને શહીદ પરિવાર ને પણ સેના જેવી સુવિધા અને સન્માન મળે તેના માટે Dipesh patel paramilitary યુટ્યુબ ચેનલ ની દરેક વિડિઓ ને લાઇક કોમેન્ટ શેર કરી આ પેરામિલેટ્રી જવાનો ના ન્યાય માટે આટલું સર્વે નું યોગદાન એ જ સાચી શુભેચ્છા કહેવાશે
જયંતિ પરમાર સાબરકાંઠા




