હાલોલ નગરપાલિકામાં સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ડો.કલ્પના જોશીપુરાની નિમણૂંક કરાઇ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨.૯.૨૦૨૪
હાલોલ નગરજનોને જણાવતા આનંદ થાય છે હજારો વિદ્યાર્થીઓની શિક્ષા-દીક્ષા-ભવિષ્ય નિર્માણ જેમના દ્વારા થઈ તેવા હાલોલ નું ગૌરવ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા તેમજ શિક્ષણવિદ ડો. કલ્પનાબેન જોશીપુરા (આચાર્ય, કલરવ સ્કૂલ હાલોલ)ની હાલોલ નગરપાલિકાના સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણુંક કરવામાં આવી છે.ડો. કલ્પનાબેન જોશીપુરાના નેતૃત્વ અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે, અમને વિશ્વાસ છે કે આ પહેલ હાલોલ શહેરમાં સકારાત્મક પરિવર્તનને પ્રેરણા આપશે.તેઓ વિવધ ક્ષેત્રોમાં રાષ્ટ્ર્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરી ચૂક્યા છે.જે આપણા હાલોલ નગર બાબતે ખૂબ જ ગૌરવ ની વાત છે.તો ચાલો આપણે સૌ સાથે મળી સ્વચ્છ હાલોલ, સુંદર હાલોલ અને રળિયામણું હાલોલ બનાવીએ તેવા આશય સાથે ડૉ. કલ્પનાબેન જોષીપૂરા ની નિમણૂક કરવામાં આવી હતી જેમાં હાલોલ નગર પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર દ્વારા તેઓને હાલોલ નગર પાલિકાના સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકેનું પ્રમાણ પત્ર આપવામાં આવ્યુ હતુ.