
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૦૨ સપ્ટેમ્બર : ગુજરાત સરકારશ્રીના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ ગાંધીનગરના તા.૦૮/૧૧/૨૦૨૩ વાળા ઠરાવથી પ્રાથમિક કૃષિ વિષયક ધિરાણ સહકારી મંડળી લી.(પેકસ)ને ગોડાઉન કમ પ્રોસેસીંગ યુનિટ બનાવવા માટે સહાય આપવાની નવી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.જિલ્લાની “અ” અને “બ” ઓડીટ વર્ગની ધરાવતી પ્રાથમિક કૃષિ વિષયક ધિરાણ સહકારી મંડળી લી.(પેકસ) આ યોજના હેઠળ સહાય મેળવવા અરજી કરી શકશે.ગોડાઉન કમ પ્રોસેસીંગ યુનિટ બનાવવા માટે પ્રતિ મેટ્રીક ટન રૂા.૧૦,૦૦૦/- યુનિટ કોસ્ટના ૫૦% લેખે પ્રતિ મેટ્રીક ટન રૂા.૫૦૦૦/- લેખેની સહાય વધુમાં વધુ રૂા.૫૦/- લાખની મહત્તમ મર્યાદામાં મળવાપાત્ર રહેશે.આ યોજના હેઠળ ૫૦૦ મેટ્રીક ટનથી મોટા કદના ગોડાઉન માટે જ સહાય મળવા પાત્ર રહેશે. આ યોજનાનો લાભ લેવા માંગતી પાત્રતા ધરાવતી તમામ સેવા સહકારી મંડળીઓ એ દરખાસ્ત જિલ્લા રજિસ્ટ્રારશ્રી સહકારી મંડળીઓ, કચ્છ(ભુજ)ની કચેરીને તા.૧૩/૦૯/૨૦૨૪ પહેલા મોકલી આપવા જિલ્લા રજિસ્ટ્રારશ્રી સહકારી મંડળીઓ ભુજ-કચ્છ દ્વ્રારા જણાવાયું છે.


