BODELICHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

છોટાઉદેપુર થી આદ્યશક્તિ પદયાત્રા સંઘ અંબાજી જવા રવાના થયો શ્રદ્ધાળુઓ પગપાળા અંબા ના દર્શનાર્થે છે રવાના થયા…

છોટાઉદેપુર નવાપુરા ગોલવાડામાંથી આજરોજ માં આદ્યશક્તિ ના દર્શન અર્થે છોટાઉદેપુરના માઈ ભક્તો માતાજી ના રથ સાથે પગપાળા અંબાજી જવા રવાના થયા હતા. છોટાઉદેપુર થી છેલ્લા ઘણા વર્ષથી નિયમિત ઉપડતો શ્રી આદ્યશક્તિ પદયાત્રા સંઘ આજરોજ છોટાઉદેપુર થી પગપાળા રવાના થયો હતો જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા અને છોટાઉદેપુર થી 350 કિલોમીટર પગપાળા જવા રવાના થયા હતા ગામ લોકો દ્વારા વાજતે ગાજતે અને ભારે શ્રદ્ધા અને આસ્થા સાથે આદ્યશક્તિ પદયાત્રા સંઘને અંબાજી તરફ રવાના કરવામાં આવ્યો હતો. સંઘ અંબાજી ખાતે ભાદરવી અગિયારસના દિવસે ભક્તિભાવ સાથે ગબ્બર ઉપર માં અંબાના દર્શન કરી અંબાજી મુખ્ય મંદિર ખાતે ધજા ચડાવી ભક્તિ ભાવ સાથે દર્શન કરી પરત ફરશે

છોટાઉદેપુર થી નીકળતો શ્રી આદ્યશક્તિ પદયાત્રા સંઘ દર વર્ષે અંબાજી જાય છે જેમાં છોટાઉદેપુર થી અંબાજી ના રસ્તામાં આવતા 10 જેટલા ગામોમાં રાત્રી વિસામો લેવામાં આવે છે અને મા અંબાની આરાધના તથા ગરબા અને ભજનો કરવામાં આવે છે વખાણવા લાયક વાત તો એ છે કે હાલમાં ઉપાડતા સંઘ માં યુવાન યુવતીઓ પણ જોડાય છે અને આદ્યશક્તિ માં ભગવતીની આરાધના કરે છે. પદયાત્રીઓ બોલ માડી અંબે જય જગદંબે ના જય ઘોષ સાથે અંબાજી તરફ રવાના થયા હતા…

રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર

Back to top button
error: Content is protected !!