MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની પી.જી. પટેલ કોલેજમાં બે દિવસીય લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો

 

MORBI:મોરબીની પી.જી. પટેલ કોલેજમાં બે દિવસીય લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો

 

 

મોરબીની પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરના સ્વપ્નદ્રષ્ટા અને સતત પ્રયત્નશીલ રહેતા પ્રમુખશ્રી દેવકરણભાઈ અને આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટ ની રાહબરી હેઠળ મુંબઈની અગ્રણી સંસ્થાના સહયોગથી પી.જી.પટેલ કોલેજમાં તા.2 અને 3, સપ્ટેમ્બર, 2024 બે-દિવસીય લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર ખાસ BBA ના વિદ્યાથીઓ માટે યોજાયો હતો.

આ સેમિનારમાં ખાસ મુંબઈથી નિષ્ણાત ટ્રેનર સચિન કામથ અને ક્લેરીસા ઉપાસ્થિત રહ્યા હતા. આ આખા દિવસ માટે બે દિવસીય સેમિનારમાં વિદ્યાર્થીઓને પ્રવર્તમાન સમયમાં અભ્યાસના સમયથી જ ગોલ સેટિંગ દ્વારા સફળ કારકિર્દીનું નિર્માણ કઈ રીતે થાય શકે અને આધુનિક મેનેજમેન્ટ અને નેતૃત્વ ના પાઠ શીખવવામાં આવ્યા હતા. ઉપરાંત કારકિર્દી ઘડતરમાં વ્યક્તિત્વ વિકાસ અંગે પણ તાલીમ આપવામાં આવી હતી. આ સાથે એક સફળ અને કુશળ સંચાલક કઈ રીતે બની શકાય તે અંગેની તાલીમ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં BBA ફેકલ્ટીના વિધાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમના અંતે ટ્રેનર તથા સંસ્થાને કોલેજ દ્વારા મેમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા.આ તકે સંસ્થાના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટે ટ્રેનર સચિન કામથ અને ક્લેરીસાનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!