BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે “ભારત કો જાનો” પરીક્ષા યોજાઈ

4 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે તા-3/9/2024 ના રોજ ભારત વિકાસ પરિષદ, વિસનગરના ઉપક્રમે “ભારત કો જાનો” પરીક્ષા યોજાઈ હતી. જેમાં ધો-9 થી 12 ના 75 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર પરીક્ષાનું સફળ આયોજન તથા સંચાલન શિક્ષકશ્રી આર.વી.ચૌધરી તથા શિક્ષિકા શ્રીમતિ મીરાબેન અને આશાબેન સોલંકી એ કર્યું હમ પરીક્ષામાં ઉત્સાહભેર ભાગ લેનાર વિદ્યાર્થીઓને તથા સફળ આયોજન અને સંચાલન કરનાર શિક્ષક મિત્રોને શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી એ તથા અન્ય સ્ટાફ મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!