GUJARATMEHSANAVADNAGAR

વડનગર તાલુકાના વલાસણા આયુષ્યમાન આરોગ્ય મંદિરનું નેશનલ લેવલ NQAS એસેસમેન્ટ કરાયું

દિલ્હીની ટીમ દ્વારા વિવિધ સેવાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યુંં

વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,વડનગર

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના વલાસણા આયુષ્યમાન આરોગ્ય મંદિરનુ નેશનલ લેવલનુ એન.ક્યુ.એ.એસ.એસેસમેન્ટ કરવામાં આવ્યુ હતુ. દિલ્હીની ટીમ દ્વારા આ આરોગ્ય કેન્દ્રનું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, વડનગર તાલુકા આરોગ્ય અધિકારી સહિત આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
કલેક્ટરશ્રી એમ નાગરાજન અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ.હસરત જૈસમીનના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મહેશ કાપડિયા, વડનગર તાલુકા આરોગ્ય અધિકારી ડો.સી.એન.કડિયા ,ઇન્ચાર્જ જીલ્લા ક્વોલીટી એસ્યોરન્સ મેડિકલ ઓફ્સિર ડૉ.કૌશિક ગજજરના પ્રયાસ થકી વડનગર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર વલાસણા ખાતે  દિલ્હીની એન.એચ.એસ.આર.સી.ની ટીમ દ્વારા નેશનલ લેવલના એસેસમેન્ટની કામગીરી કરવામાં આવી હતી. જેમા દિલ્હી એન.એચ.એસ.આર.સી.ખાતેથી આવેલ ડો.આસુતોષ પ્રતાપસિંગ અને ડૉ.કપિલ અગ્રવાલ દ્વારા આયુષ્યમાન આરોગ્ય મંદિર વલાસણાનું એસેસમેન્ટ કરવામાં આવ્યુ હતુ.
દિલ્હીની ટીમ દ્વારા વિવિધ સેવાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યુંં હતું જેમાં
(૧) સગર્ભા માતાની તેમજ પ્રસુતિ તથા પ્રસુતિ પછીની સાર સંભાળ (૨) નવજાત શિશુ અને ૧ વર્ષથી નાના બાળકની આરોગ્યની સાર સંભાળ (૩) રસીકરણ સહિત બાળ-સંભાળ અને કિશોર-કિશોરીઓની પુરતી આરોગ્ય સેવાઓ (૪) કુટુંબ કલ્યાણને લગતી સેવાઓ તેમજ તેને લગતી આરોગ્ય સેવાઓ (૫) સામાન્ય રોગચાળા દરમ્યાન આપવાની થતી સેવાઓ તેમજ સામાન્ય બીમારીઓના ઉપચાર (૬) રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોનું સઘન સંચાલન,જેમાં સંચારી અને રોગચાળા (૭) ડાયાબીટીસ, હાયપર ટેન્શન,કેન્સર જેવા નોન કમ્યુનીકેબલ (બિન સંચારી) રોગોનું નિદાન તેમજ સારવાર (૮) આંખ, નાક, કાન તથા ગળાને લગતી બિમારી અને રોગોનું સ્ક્રીનીંગ, નિદાન તેમજ સારવાર (૯) દાંતના આરોગ્યને સબંધિત સેવાઓ (૧૦) માનસિક આરોગ્યને લગતી બિમારીઓનું નિદાન તેમજ સારવાર (૧૧) વધુ વય ધરાવતા (વૃધ્ધ) વ્યક્તિઓ માટે ઉંમરને સંલગ્ન સારવાર (૧૨) ઇમરજન્સી સેવા જેવી તમામ ટીમ દ્વારા આરોગ્ય કેન્દ્રમાં પાયાની સુવિધાથી લઇ આરોગ્યની સેવાનું નિરીક્ષણ કરાયું
આ અંગે ઇન્ચાર્જ જીલ્લા ક્વોલીટી એસ્યોરન્સ મેડિકલ ઓફ્સિર ડૉ.કૌશિક ગજજરના જણાવ્યા મુજબ ક્વોલીટી સર્ટીફીકેટ એવી આરોગ્ય સંસ્થાઓને મળે છે.જેમના દ્વારા ઉત્તમ કક્ષાની આરોગ્યની સુવિધા અને સારવાર દર્દીઓને આપવામાં આવતી હોય છે.ક્વોલીટી સર્ટીફીકેટ મેળવેલ સંસ્થાઓ દ્વારા જુદા જુદા વિભાગોના ઇન્ડિકેટરોમાંથી પસાર થવાનુ હોય છે.ત્યારબાદ નેશનલ લેવલથી ઉચ્ચ અધિકારીઓની ટીમ મારફત ફેસીલીટીની સંપુર્ણ ચકાસણી બાદ નેશનલ લેવલ એન.કયુ.એ.એસ.સર્ટીફીકેટ એનાયત કરવામાં આવે છે.આ સર્ટીફીકેટ માટે સંસ્થાની બિલ્ડીંગ,પાયાની સુવિધાઓ,સ્વચ્છતા,મેડિકલને લગતી પુરતી સેવાઓ,આરોગ્ય કર્મચારીઓને પુરતી આરોગ્યલક્ષી જાણકારી, મેડિકલ ઇમરજન્સી વખતે લાભાર્થીને જરૂરી સારવાર તથા તમામ પ્રકારની જાણકારીનુ નેશનલ લેવલના અધિકારીઓ દ્વારા એસેસમેન્ટ કર્યા બાદ આ સર્ટીફીકેટ આપવામાં આવતુ હોય છે.

Back to top button
error: Content is protected !!