GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન પોલીસ મથકે પોલીસની ખોટી ઓળખ ઉભી કરનાર વાહન ચાલક સામે ગુનો નોંધાયો

તા.04/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ખોટી રીતે વાહનોમાં પોલીસ લખેલી પ્લેટનો વાહનચાલકો ઉપયોગ કરતા હોવાથી તેની સામે રોક લગાવવી જરૂરી બની છે ત્યારે જિલ્લામાં આવી રીતે પોલીસના નામનો ખોટો ઉપયોગ કરીને વાહનો લઇને ફરતા ચાલકો સામે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસવડા ગિરિશ પંડ્યાએ આદેશો કર્યા છે વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લગાવવામાં આવેલી સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ સુરેન્દ્રનગર નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી કરવામાં આવે છે ત્યારે આ કેમેરામાં સુરેન્દ્રનગર માર્કેટિંગ યાર્ડ પાસે નીકળેલી સફેદ કલરની ફોરવ્હીલ ગાડી કેદ થઇ ગઇ હતી ગાડીના આગળના ભાગે ડેસબોડ ઉપર પોલીસ લખેલી પ્લેટ મૂકેલી હોવાનું ધ્યાને આવ્યું હતું આથી આ ગાડીની સુરેન્દ્રનગર સીટી બી-ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એસ. એમ. શેખ અને ટીમે તપાસ કરી હતી જેમાં આ ગાડી વઢવાણ તાલુકાના મેમકા ગામના ભરતભાઈ દલપતભાઈ ચૌહાણની હોવાનું ખૂલ્યું હતું. ભરતભાઈ પોતે રાજ્ય સેવક ન હોવા છતાં વાહનમાં પોલીસ લખેલ પ્લેટ લગાડી રાજ્ય સેવક પોલીસનું ખોટુ નામ ધારણ કરી પોતાની ગાડીના આગળના ભાગે ડેસબોડ ઉપર પ્લેટ મૂકી પોલીસ તરીકેની ખોટી ઓળખ ઊભી કર્યાની બી-ડિવિઝન પોલીસ મથકમાં કોન્સ્ટેબલ દિનેશભાઈ સાવધરીયાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!