GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

એમજીએસ હાઈસ્કૂલ ઘો.૧૨ નો સતર વર્ષીય વિદ્યાર્થીનુ અચાનક મૃત્યુ થતા શાળા પરીવારે વિદ્યાર્થીના ઘરે જઈ સાંત્વના પાઠવી

 

તારીખ ૦૪/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સ્થિત એમજીએસ હાઈસ્કૂલ ની ઘોરણ ૧૨ માં અભ્યાસ કરતો અને રમત ગમત નો શ્રેષ્ઠ વિદ્યાર્થી મહંમદ શામી સમીરૂદ્દીન કંસારા જે નગરપાલિકા વિસ્તારમાં આવેલા ભડીયાદરા પીર રોડથી ગોળીબાર તરફ જવાનો નિર્માણાધિન કોઝવે પુલ પરથી ગત શનિવારે એકટીવા સાથે નદીમાં પડતાં નદીના ઊંડા પાણીમાં ડૂબી જતાં મૃત્યુ પામેલ જે અચાનક મૃત્યુ થતા સમગ્ર શાળા સ્ટાફ અને સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થિઓ મહંમદ શામી ની અણધારી વિદાય લઈ સમગ્ર શાળા પરિવાર ભારે શોકમાં ગરકાવ થઇ ગયો હતો જ્યાં સામી પરિવાર ઉપર અણધારી આફત આવી પડતાં વિદ્યાર્થીના ઘરે જઈને વિદ્યાર્થીના પરિવારને સાંત્વના આપી પાચ હજાર એકસો રૂપિયા ભેટ સ્વરૂપે આપી હતી.જેમાં આચાર્ય કે.પી.પટેલ,સુપરવાઈઝર વી.એ.ચૌહાણ સમસ્ત સ્ટાફ અને વિધાર્થીઓ મૃતક વિદ્યાર્થી નાં પરિવારને સાંત્વના આપી શોક સંદેશો વાંચી મૃતક વિદ્યાર્થી ના આત્માને શાંતિ મળે તે હેતુથી પ્રાર્થના કરી હતી.

Back to top button
error: Content is protected !!