કાલોલ કુમાર શાળાના બાળકો એક દિવસ માટે શિક્ષક બની રાષ્ટ્રીય શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરી.

તારીખ ૦૫/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ તારીખ ૫ મી સપ્ટેમ્બર એટલે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ દિવસ.એમના જન્મ દિવસે રાષ્ટ્રીય શિક્ષક દિનની ઉજવણી કાલોલ કુમાર શાળામાં કરવામાં આવી.જેમાં શાળાના ધોરણ ૭ અને ૮ ના બાળકો દ્વારા અંગ્રેજીમાં પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું.સમગ્ર પ્રાર્થના સભા અને તાસ આયોજન વગેરે ધોરણ ૮ ના ભાટી વિકી રાજુભાઈ અને શેખ અદનાન ઇમરાન શાળાના આચાર્ય અને ઉપાચર્ય ની ભૂમિકા ભજવી શાળાનું સંચાલન કર્યું હતું. ધોરણ ૩ થી ૮ ના ૩૮ બાળકોએ આજ રોજ શિક્ષક બનવાનો લાભ લીધો અને આગવી ભૂમિકામાં ભાગ ભજવ્યો. તમામ બાળકોને કાલોલ કુમાર શાળાના ગુરુજનો ને શુભેચ્છા પાઠવી હતી. કુમાર શાળાના આચાર્ય તથા સ્ટાફ મિત્રો અને smc સભ્યોએ બાળકોને આશીર્વચન પાઠવ્યા હતા.સાથે સાથે આચાર્ય સેન્ટર શ્રી દ્વારા પ્રસંગો પાત ઉદ્બોધન કરી બાળકોને પ્રેરક પ્રવચન કર્યું હતુ.
આજના આ દિવસે બાળકોમાં ગુરુજી બનવાનો એક અનેરો ઉત્સાહ પણ જોવા મળેલો. સાથે વર્ગખંડમાં અધ્યન-અધ્યાપન કાર્યમાં જોડાઈ આજના દિવસે ચોક ડસ્ટર અને બ્લેક બોર્ડ સાથે અનુબંધ બાંધ્યો સાથે સાથે ટેકનોલોજી યુક્ત શિક્ષણમાં સ્માર્ટ ક્લાસમાં એ જ વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીને ભણાવવાનો અનેરો લાહવો અને ઉત્સાહ જોવા મળ્યો. શાળાના સ્ટાફ દ્વારા શિક્ષક બનેલા બાળકોને સમોસાની જયાફત અને મિજબાની કરવી હતી. એકંદરે શાળાના બાળકો ને આજનો દિવસ એક યાદગાર સંભારણું બની ગયું.








