ARAVALLIGUJARATMODASA

મોડાસા(અરવલ્લી) ખાતે શિક્ષક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મોડાસા(અરવલ્લી) ખાતે શિક્ષક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી

શિક્ષક દિન નિમિત્તે અરવલ્લી જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2024 સન્માન સમારંભ ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના માં.મંત્રીશ્રી ભિખુસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો… જેમાં સમારંભના ઉદઘાટક તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પ્રિયંકાબેન ડામોર,,જ્યારે મુખ્ય મહેમાન તરીકે નગર પાલિકા પ્રમુખ,જિલ્લા સમાહર્તા મા.કલેકટર મેડમ સહિતના જિલ્લાના અગ્રગણ્ય અધિકારી તેમજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો.ઉષાબેન ગામીત મેડમ,,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નૈનેશ ભાઈ દવેની સાથે સાથે કચેરીના અધિકારીઓ, તમામ સંવર્ગના માધ્યમિક અને પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો,એવોર્ડ વિજેતા શિક્ષક ઓ,,B.R.C,,C.R.C, જિલ્લાની તમામ શાળાઓના આચાર્યશઓ,તથા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના વડા તરીકે  ડો.ઉષાબેન ગામીત સમારંભમાં ઉપસ્થિત સર્વે મહેમાનો,, અધિકારી ઓ અને જિલ્લામાંથી ઉપસ્થિત સૌ સારસ્વત મિત્રોનું શાબ્દિક સ્વાગત તેમજ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું..જેમાં તેઓએ શિક્ષક દિન ની ઉજવણીનુ મહત્વ સમજાવવાની સાથે સાથે જિલ્લાની માધ્યમિક શાળાઓની પરિણામલક્ષી ગુણવત્તા સુધારવા કરેલ નવતર પ્રયોગો તથા જ્ઞાનપથ યોજના,,સરસ્વતી સાધના યોજના,, જ્ઞાન સેતુ,, જ્ઞાન સાધના,,નમો લક્ષ્મી યોજના જેવી વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સરકારની અવનવી યોજનાઓ વિશે વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો..સદર કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ એવોર્ડ મેળવનાર શિક્ષકો તથા જિલ્લામાં શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી પામનાર શાળાઓનું તેમજ વિવિધ કેટેગરીમાં વિશેષ સિદ્ધિ મેળવનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ ઉપસ્થિત મહેમાનો અને અધિકારીઓ ના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું…સદર કાર્યક્રમને સફળ બનાવવા કચેરીના અધિકારી ઓએ ભારે જહેમત ઉઠાવી હતી..

Back to top button
error: Content is protected !!