સાબરકાઠા કલેક્ટર સાહેબ ને હિમતનગર કલેક્ટર કચેરી ખાતે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અશોક પટેલની આગેવાની માં આવેદન પત્ર આપવામા આવ્યું.

આજ રોજ વરસતા વરસાદ માં સાબરકાઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાબરકાંઠા જીલ્લા માં પડી રહેલ ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને થતા નુકશાન નું અને જમીન ધોવાણ ના નુકસાન નું સવેઁ કરી સત્વરે વળતર ચુકવવા તેમજ સાબરકાંઠા જીલ્લા NHAI -48., માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત – ગુજરાત સરકાર હસ્તક અને નગરપાલિકા હસ્તકના રોડ પર પડેલ ખાડાઓ ના લીધે સામાન્ય વ્યક્તિઓ ગંભીર અકસ્માતનો ભોગ બની રહ્યા અને જીવ પણ ગુમાવી રહ્યા છે. ખાસ કરીને હિમતનગર ના મોતીપુરા., સહકારી જીન અને પ્રાંતિજ ઓવર બ્રિજ ના અભાવ અને ખરાબ સર્વિસ રોડના લીઘે કલાકો સુધી ટ્રાફિક સમસ્યા રહે છે જેથી સત્વરે આ રોડનું સમાર કામ કરી રીપેર કરવા બાબતે સાબરકાઠા કલેક્ટર સાહેબ ને હિમતનગર કલેક્ટર કચેરી ખાતે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અશોક પટેલની આગેવાની માં આવેદન પત્ર આપવામા આવ્યું. જેમાં જિલ્લા , તાલુકા , શહેર સમિતિના અને ફ્ન્ટલ સેલના સૌ આગેવાન શ્રી ઓ હાજર રહ્યા.
અહેવાલ:- પ્રતિક ભોઈ



