GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જોઘપર(નદી)બી.એડ કોલેજમાં તમાકુ વ્યસન અંગે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધા યોજાઈ

 

MORBI:મોરબીના જોઘપર(નદી)બી.એડ કોલેજમાં તમાકુ વ્યસન અંગે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધા યોજાઈ

 

 

લાલપર પ્રા. આ. કેન્દ્ર અને ડિસ્ટ્રિક ટોબેકો કંટ્રોલ સેલ મોરબી સયુક્ત ઉપક્રમે આયુષ્માન આરોગ્ય મંદીર જોધપર (નદી) દ્વારા શ્રી એમ.પી.પટેલ બી.એડ., સાયન્સ અને કોમર્સ કોલેજ જોધપર ખાતે વિધ્યાર્થીઓ દ્વારા તમાકુ ના વ્યસન અંગે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું . આ સ્પર્ધા માં ૧૦૭ વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

મોરબી જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ડી.બી.મહેતા અને ડો.દીપક બાવરવા (EMO)ની સૂચના થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર માં એમ.ઓ. ડો. રાધિકાબેન વડાવીયા એ વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા ને વ્યસનથી થતાં ગેરફાયદા વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ.લાલપર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ જેમ કે દીપકભાઈ વ્યાસે પોષણમાસ ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓને આરોગ્ય શિક્ષણ આપેલ.સૈયદ મકસુદભાઈ એમ.,તોફિકભાઈ બેલીમ,સાહિસ્તાબેન દેકાવડીયા તથા પ્રિન્સિપલ શ્રી રજનીશ એચ. બરાસરા સાહેબ તથા શિક્ષકો દ્વારા પ્રોગ્રામ ને સફળ બનાવેલ. પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પોત્સાહક ઈનામ આપવામાં આવેલ અને દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ તેમજ પ્રશ્નોતરી ના વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરેલ.

Back to top button
error: Content is protected !!