ARAVALLIGUJARATMODASA

ભાદરવા સુદ ત્રીજ એટલે કેવડાત્રીજ ,સમગ્ર ભારત ભર માં આ દિવસે મહિલાઓ પાર્થિવ લિંગ પર અલગ અલગ જાત ના ફળ ફૂલ વંનસ્પતિ વડે મહાદેવ નું પૂજન અર્ચન કરે છે

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ભાદરવા સુદ ત્રીજ એટલે કેવડાત્રીજ ,સમગ્ર ભારત ભર માં આ દિવસે મહિલાઓ પાર્થિવ લિંગ પર અલગ અલગ જાત ના ફળ ફૂલ વંનસ્પતિ વડે મહાદેવ નું પૂજન અર્ચન કરે છે

સ્ત્રીઓના તહેવારોમાં કેવડાત્રીજનુ વ્રત મુખ્ય છે.આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કેવડા ત્રીજ ઉજવવામાં આવે છે. કેવડા ત્રીજ નિમિત્તે મોડાસાના ઓધારી મંદિરે પતિના દીર્ઘાયુ માટે મહિલાઓએ સમૂહમાં ઉજવણી કરી હતી.મહિલાઓ દ્વારા સુખ, શાંતિ અને સંપત્તિની પ્રાપ્તિ અને પરિવારજનોના સ્વાસ્થ્ય સારૂ જળવાઈ રહે તે માટે આ વ્રત કરવામાં આવે છે આ વ્રત પરણીત મહિલાઓ પતિને લાંબુ આયુષ્ય મળે છે. એવું માનવામાં આવે છે કે કુવારીકાઓ મનપસંદ વર મેળવવા માટે આ વ્રત રાખે છે.અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યની રક્ષા કરનારુ છે.તેથી મોડાસાની મહિલાઓ કેવડા ત્રીજના વ્રતની ઉત્સાહભેર ઉજવણી કરી હતી અને કેવડાત્રીજ ના મહત્વ વિશે વાર્તા સાંભળી હતી

Back to top button
error: Content is protected !!