
નર્મદા ના તિલકવાડા માં આન બાન અને શાન સાથે શ્રીજી ની પ્રતિમા ની સ્થાપના કરવામાં આવી
ગણેશ ચતુર્થી ના તહેવાર ને લઈ ભાવિ ભક્તો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો
વસિમ મેમણ / તિલકવાડા

ગણેશ ચતુર્થી એ હિન્દુ સમુદાયનો મુખ્ય તહેવાર છે. આ તહેવાર ભગવાન ગણેશજીની યાદ માં ઉજવવામાં આવે છે. ભગવાન શિવ અને દેવી પાર્વતીના પુત્ર ગણેશજી ને સમૃદ્ધિના સર્વોચ્ચ દેવ તરીકે કહેવામાં આવે છે. આ તહેવારની સમગ્ર દેશમાં હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે નર્મદા જિલ્લામાં અને ખાસ કરીને તિલકવાડા તાલુકામાં પણ દર વર્ષે પરંપરાગત રીતિ રિવાજ અનુસાર આ તહેવાર ની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આજ રોજ તિલકવાડાના વિવિધ વિસ્તારોમાં શ્રીજી ની સુંદર અને અવનવી પ્રતિમાઓની સ્થાપના કરી ગણેશ ચતુર્થીના તહેવાર નો શુભારંભ કરતા તિલકવાડાના ગણેશ ભક્તો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો
જેમ કે અપને સૌ જાણીએ છે કે ગણેશ ચતુર્થી એ હિન્દુ સમુદાય નો મુખ્ય તહેવાર છે. આ તહેવારની સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ભક્તો ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરે છે અને 10 દિવસ સુધી ભક્તિ ભાવ સાથે પૂજા અર્ચના કરતા હોય છે અને 11 માં દિવસે શ્રીજી ની મૂર્તિને નમી આંખે નદીમાં વિસર્જન કરતા હોય છે. આ તહેવારની નર્મદા જિલ્લા સહિત તિલકવાડા તાલુકામાં પણ દર વર્ષે દબદબાભેર ઉજવણી કરવામાં આવે છે. આ તહેવારને લઈ તિલકવાડાના યુવાનો માં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. અને તિલકવાડાના બ્રાહ્મણ શેરી, આઝાદ ચોક, નીચલી બજાર, માછીવાડ સહિત નગરના વિવિધ વિસ્તારોમાં ભાવી ભક્તો દ્વારા સુંદર અને અવનવી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી. તો કેટલાક વિસ્તારોમાં માટી માંથી બનાવેલી શ્રીજી ની પ્રતિમાની સ્થાપના કરી પ્રયાવરણ ને બચાવવા માટે સંદેશ પાઠવવામાં આવ્યો. તો બીજી તરફ ગણેશ પંડાલના આયોજકો દ્વારા આન બાન અને સાન સાથે શ્રીજી ની સુંદર પ્રતિમા ગણેશ પંડાલ સુધી પહોંચાડવામાં આવી હતી. તો શ્રીજી નું આગમન થતા યુવાનોથી માંડીને નાના ભૂલકાઓ અને વ્યો વૃદ્ધ ભક્તો પણ અનેરી ભક્તિમાં ખોવાય હતા. ત્યારે સમગ્ર વિસ્તાર ગણપતિ બાપા મોરયા ના અવાજ સાથે ગુંજી ઉઠ્યો હતો





