બનાસકાંઠા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે માતૃશ્રી એસ.બી.ચાવડા સરસ્વતી હાઈસ્કૂલ પાલનપુરનું ગૌરવ
8 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
જિલ્લામાં દર વર્ષે શિક્ષકદિનના દિવસે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પસંદગી થતી હોય છે તેમાં અમારી શાળા માતૃશ્રી એસ.બી વી ચાવડા સરસ્વતી હાઇસ્કુલ પાલનપુરમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મદદનીશ શિક્ષિકા તરીકે નોકરી કરતા મોટાસડા ના વતની ડો. તારાબેન મદાર સિંહ સોલંકી ને આ વર્ષનો ઉચ્ચતર માધ્યમિક વિભાગનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ ધારાસભ્ય માનનીય શ્રી અનિકેતભાઈ ઠાકર, માનનીય કલેક્ટર શ્રી મિહિરભાઈ પટેલ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડો. હિતેશભાઈ પટેલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી વિનુભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવ્યો એ બદલ શ્રી રાજપુત કેળવણી સહાયક મંડળ અને સરસ્વતી સ્કૂલ પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે અને ડો. તારાબેન આ સંદર્ભે પરિવાર, રાજપુત કેળવણી મંડળ, શાળાના આચાર્યશ્રી, તમામ સ્ટાફગણ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરે છે.




