કાલોલ તાલુકાના મધવાસ ની હાઈસ્કુલ ખાતે કલા ઉત્સવની ઉજવણી કરાઈ

તારીખ ૧૧/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મધવાસ મુકામે શ્રી ગૌશ્નેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવેલ શ્રી નવસર્જન હાઇસ્કુલ ખાતે QDC-1 ના કલા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં QDC-1 માં સમાવિષ્ટ ૧૭ શાળાના ૫૦ જેટલા વિદ્યાર્થીઓ એ વિવિધ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. કાર્યક્રમની શરુઆત શાળાના મંત્રી પ્રવીણભાઈ પંડ્યા, શ્રી ગૌશનેશ્વર મહાદેવના પ્રમુખ નરવતદાદા, યજમાન શાળાના આચાર્ય વિવિધ શાળાઓમાંથી પધારેલ આચાર્યો અને શિક્ષકો દ્વારા દીપ પ્રાગટય થી કરવામાં આવી હતી. આ કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા અને સંગીત વાદન જેવી સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવ્યું હતું.QDC કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ આપીને દરેક સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા વિદ્યાર્થીઓને SVS લેવલની સ્પર્ધામાં મોકલી આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતમાં વિવિધ શાળાઓમાંથી પધારેલ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ માટે અલ્પાહાર ની વ્યવસ્થા યજમાન શાળા દ્વારા કરવામાં આવી હતી તેમજ શાળાના આચાર્ય દ્વારા ભાગ લીધેલ શાળાઓના તમામ વિદ્યાર્થીઓ અને વિજેતા વિદ્યાર્થીઓનો આભાર માની કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરી હતી.






