શાળા નં-૧૮ ના વિધાર્થીએ નેશનલ સેમિનારમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ વિષય પર પ્રેઝેન્ટેશન આપ્યુ

નેશનલ કાઉન્સીલ ઓફ સાયન્સ મુન્સેસ (સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) અને ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર, ધ્રોલ દ્વારા ડી.ઈ.ઓ., ડી.પી.ઈ.ઓ. અને ન.પ્રા.શિ.સ.ની કચેરી જામનગરના સંયુક્ત ઉપક્રમે આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ પોટેન્ટિઅલ એન્ડ કોન્સરન્સ વિષય પર નેશનલ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં નગર પ્રાથમિક શિક્ષક સમિતિ સંચાલિત શાળા નં-૧૮ જામનગરના વિધાર્થીનિ ખુશ્બુ હસમુખભાઇ મકવાણા એ પોતાનુ પ્રેઝેન્ટેશન આપ્યુ હતું. જેમા જામનગર જિલ્લાની ૩૭ શાળાના ૪૦ જેટલા સ્પર્ધકોએ પ્રેઝેન્ટેશન આપ્યુ હતું અને તમામ બાળ વિજ્ઞાનિકોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં . સમગ્ર નેશનલ સેમિનારનું આયોજન અને સંચાલન એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર, ધ્રોલના ડાયરેક્ટર ડો. સંજય પંડ્યાએ કર્યુ હતું અને નિર્ણાયક તરીકે બી.એચ. ગાર્ડી ઓફ ઇજનેર કોલેજ કાલાવડ્ના પ્રો. રિયાબેન કાકુ અને કલ્યાણ પોલિટેકનિક કોલેજના પ્રો.પ્રમિત ગોહેલએ સેવા આપી હતી. ખુશ્બુની સિધ્ધી બદલ માર્ગદર્શક મોતિબેન કારેથા, પરીતાબેન કુંડાલિયા અને તમામ શિક્ષકો, શાળાનાં મુખ્ય શિક્ષક દિપક પાગડા, સી.આર.સી. સમિરાબેન જિવાણી અને ન.પ્રા.શિ.સ. અભિનંદન પાઠવે છે.




