જલોત્રા નજીક મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા સેવા કેમ્પનો શુભારંભ કર્યો
મા અંબે ના ધામ જતા પગપાળા પદયાત્રી ઓ માટે માઈ ભકતોની પગે માલિસ તથા દવાઓ આપી સેવા કરવાનો ત્રીજા વર્ષમાં પ્રારંભ

11 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ બનાસકાંઠા સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા ત્રીજા વર્ષે જલોત્રા નજીક સેવા કેમ્પ નો શુભારંભ કરવામાં આવ્યો હતો.ત્યારે હાલ ચાલતા ભાદરવા મહીના મા મા અંબે ના ધામ અંબાજી ખાતે ભરાતા મહામેળા માં પગપાળા જતા માઈ ભકતો ની સેવા માટે સેવા કેમ્પ તેમજ અન્ય માનવ સેવા એજ પ્રભુ સેવા ના સંકલ્પ સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ઓ કરી રહ્યા છે. આ વખતે ત્રીજા વર્ષે જલોત્રા નજીક અંબિકા સુપર માર્ટ ની સામે પરમ મહંત શ્રી મધુગીરી મહારાજ મુકતેશ્વર (ચામુંડા માતાજી) ના વરદ હસ્તે રીબિન કાપી આર્શીવાદ સાથે પદયાત્રી સેવા કેમ્પ નો શુભારંભ કરવામાં આવ્યો હતો.જેમાં મહાકાલ સેના બનાસકાંઠા ના પૂર્વ અધ્યક્ષ આઈ.ડી.રાજપુત, પૂર્વ વડગામ તાલુકા સંરપચ એશોશીયન ના અધ્યક્ષ ભગવાનસિહ.પી.સોલંકી, બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેના ના અધ્યક્ષ શૈલેન્દ્રસિહ વાઘેલા, ગુજરાત પ્રદેશ મહાકાલ સેના ના ઉપ પ્રમુખ અશોકસિહ વાઘેલા દ્વારા દીપ પ્રાગટ્ય કરી સેવા કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જેમાં આવેલ મહાનુભાવો તેમજ દાતાઓ અને માઈ ભકતો દ્વારા મા અંબે ની આરતી ઉતારી આર્શીવાદ લીધા હતા. મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા મહારાણા પ્રતાપ ની સ્મૃતિ ચિનહ અને પુષ્પ ગૃચ્છ આપી મહેમાનો ને સન્માનિત કર્યા હતા.જેમાં અન્ય મહાનુભાવો ઉપ સ્થિતિ રહીને ને મા અંબે ધામ જતા પગપાળા માઈ ભકતો માટે સતત ત્રીજા વર્ષે પણ માછલી માલિસ,ભક્તો દ્વારા હાથેથી માલિસ અને દવાઓની સેવાઓ કરવામાં આવે છે. પુષ્કર ગૌસ્વામી




