KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ મામલતદારની પ્રશંસનીય કામગીરી વેહલી સવારે છ વાગ્યે ત્રણ ટ્રેક્ટર જેતપુરથી ઝડપી પાડતા ભૂ માફિયાઓમાં ફફડાટ

 

તારીખ ૧૨/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકામાં રેતી ખનન મુદ્દે સતત મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતાં કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી જે કાલોલ તાલુકાના જેતપુર ગામેથી વહેલી સવારે મામલતદાર ખાનગી મોટરસાયકલ લઈને રેડ કરતા રેતી ખનન કરતા ત્રણ ટ્રેક્ટર સહિત ડ્રાઇવરોને પણ ઝડપી પાડી મામલતદાર કચેરીએ ખડકી દેવામાં આવ્યા છે કાલોલ તાલુકામાં સફેદ રેતીના કારોબાર મા મીલીભગતના કારણે પ્રકૃતિ સાથે છેડછાડ કરાય છે ગેરકાયદેસર માટી અને રેતી ખનન ની ફરિયાદો સતત વધતી જોવા મળી છે ત્યારે આજ રોજ સતત બીજા દિવસે તંત્ર દ્વારા કાલોલ મા રેતી ભરી જતા ટ્રેકટર ઝડપાઈ જતા ભૂ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો જ્યારે બીજી બાજુ કાલોલ તાલુકાના ચલાલી ગામે ગોમા નદીના પટમાંથી રેતીનું વહન કરી લઈ જતા સમયે ખનિજ વિભાગની ગાડી આવી જતા ખનિજ વિભાગના અધિકારીઓને ઠિંગો બતાવી રોડ ઉપર જ રેતી ભરેલા છ હાઇવા ખાલી કરી ભાગ્યા હતા.

Back to top button
error: Content is protected !!