કલોલ : બ્રેકિંગ ન્યુઝ.
કલોલ પાલિકામાં ભાજપના 33માંથી 12 કોર્પોરેટરનાં રાજીનામાં
કલોલ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે લાફાકાંડનો વિવાદ વધુ વકર્યો છે. કલોલ નગરપાલિકામાં ભાજપના 33માંથી 12 કોર્પોરેટરે રાજીનામાં આપતાં રાજકરણ ગરમાયું છે. હજુ વધુ 8 કોર્પોરેટર રાજીનામાં આવે એવી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કલોલના લાફાકાંડ મામલે ભાજપના ધારાસભ્ય અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનાં જૂથ વચ્ચે સમાધાન ના થતાં આ પગલું ભર્યું છે….
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને 3 દિવસ પહેલાં રાજીનામું આપ્યું હતું. જ્યારે આજે અન્ય 11 કોર્પોરેટરે રાજીનામાં આપ્યાં છે. જો આમ બનશે તો નગરપાલિકામાં ભાજપ લઘુમતીમાં આવી શકે એમ છે.