
તા.૧૩.૦૯.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:
દાહોદ. ગુજરાત રેડક્રોસ સોસાયટી ના ચેરમેન અજયભાઈ પટેલ ના વિઝન હેઠળ ગુજરાત ના ગરીબ તથા મધ્યમ વગૅ ના જરૂરિયાત મંદ ના વ્યક્તિઓ ને આરોગ્ય લક્ષી સેવા ઓ રહે તે માટે ના અનેક સેવા કાયૅ થઈ રહયા છે આ માનવસેવા ના કાયૅ ને અનુલક્ષીને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જીલ્લા શાખા દ્વારા તા.૧૦,૧૧,૧૨ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ દાહોદ જીલ્લા ના ગરબાડા મુકામે સાજી હોસ્પિટલ ખાતે .ઝાલોદ ખાતે બી.એમ હાઈસ્કૂલ તથા રેડક્રોસ ભવન દાહોદ ખાતે આખો ની તપાસ તથા મફત ચશ્મા વિતરણ કાયૅક્રમ યોજવામાં આવ્યો હતો
આ સેવાકાર્ય મા સંસ્થા ના માનંદ મંત્રી શ્રી જવાહરભાઈ શાહ,ખજાનચી કમલેશભાઈ લીમ્બચીયા બ્લડ બેન્ક કન્વિનર શ્રી નરેન્દ્રભાઈ પરમાર કારોબારી સભ્યો શ્રી મુકુંદભાઈ કાબરાવાલા સેવાભાવી સામાજિક આગેવાન ડો.નરેશ ચાવડા. રેડક્રોસ સોસાયટીના ના સવ્યં સેવકો ગુજરાત રાજય શાખાના નિષ્ણાતો એ સેવા આપી હતી આ કેમ્પ મા ગરબાડા ખાતે ૨૫૦.ઝાલોદ ખાતે ૨૨૨ તથા દાહોદ ખાતે ૩૫૦ જેટલા જરૂરિયાત મંદ લાભાર્થી ઓ એ લાભ લીધો હતો




