MORBI:મોરબી જીલ્લાના મીઠા ઉદ્યોગમાં થયેલ નુકશાન સામે વળતર સત્વરે આપવામાં આવે તે માટે પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા એ કરી મીઠા ઉદ્યોગ મંત્રીને રજૂઆત!
MORBI:મોરબી જીલ્લાના મીઠા ઉદ્યોગમાં થયેલ નુકશાન સામે વળતર સત્વરે આપવામાં આવે તે માટે પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા એ કરી મીઠા ઉદ્યોગ મંત્રીને રજૂઆત!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
તાજેતરમાં ગુજરાતમાં અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાને કારણે ખેતીની જમીન અને માલ મિલ્કતને ભારે મોટું નુકશાન થયું છે. તે અન્વયે અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને વળતર ચૂકવવા અંગેની પ્રાથમિક સર્વેની કામગીરી ગુજરાત સરકારે હાથ ધરી છે તે આવકારવા દાયક છે.
ત્યારે આ અતિવૃષ્ટિમાં મોરબી – માળીયા (મીં) વિસ્તારમાં પણ નુકશાન થયું છે. તેમાં ખાસ કરીને માળીયા (મીં) તાલુકાનાં રણકાંઠે આવેલ મીઠા ઉધ્યોગને આ અતિવૃષ્ટિ અને મચ્છુ નદીમાં આવેલ પૂરને કારણે બહું પ્રમાણમાં નુક્શાન થયું છે.તે અંગે મરીન સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશન મોરબીના પ્રમુખ દિલાવરસિંહજી જાડેજા એ રજૂઆત કરી હતી તેને સાથે રાખીને પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા એ રાજ્યના મીઠા ઉદ્યોગના મંત્રી જગદીશ વિશ્વકર્માને લેખતીમાં રજૂઆત કરેલી છે. તો પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા એ જે ભલામણ કરેલી છે તેમાં જણાવ્યુ છે કે મીઠા ઉધ્યોગમાં ભારે મોટું ધોવાણ થયેલ છે. મીઠાના ઉત્પાદન લેવા માટે કરવામાં આવેલ ક્યારાઓ અને બાંધેલા પાળા ઉપર પાણી ફરી વળવાથી ધોવાણ થયેલું છે. તદ્ઉપરાંત ઇલેક્ટ્રીક અને મિકેનિકલ સાધન સરંજામને પણ નુકશાન થયેલું છે. મીઠા ઉત્પાદનના સ્થળે ઊભા કરાયેલા શેડ પણ તૂટી ગયેલા છે. આમ એકંદરે મીઠા ઉધ્યોગ માટે ભારે મોટી આર્થિક ખુવારી વેઠવાનો વારો આવ્યો છે.તે જોતાં આ નુકશાની સામે મીઠા ઉદ્યોગને તેમજ અગરીયાઓને આર્થિક વળતર મળી રહે તે માટે તાત્કાલિક જરૂરી સર્વેની કામગીરી પૂર્ણ કરાવી યોગ્ય પેકેજ ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવે તેવી મારી લાગણી અને માંગણી છે.