બી.આર.સી ભવન ગાંધીધામ ના માર્ગદર્શન હેઠળ સી.આર.સી મીઠી રોહર દ્વારા કલા ઉત્સવ 2024 નું આયોજન.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.
ગાંધીધામ,તા-૧૪ સપ્ટેમ્બર :- GCERT ગાંધીનગર પ્રેરિત અને મહારાણી શ્રી ગંગાબા સાહેબ ભુજ અને બી.આર.સી ભવન ગાંધીધામ ના માર્ગદર્શન હેઠળ સી.આર.સી મીઠી રોહર દ્વારા કલા ઉત્સવ 2024 નું આયોજન પી.એમ.શ્રી મીઠી રોહર ગ્રુપ શાળા મધ્યે કરવામાં આવ્યું હતું.સ્પર્ધા ની શરૂઆત પ્રાથૅના થી કરવામાં આવી.ત્યારબાદ મીઠી રોહર્ ના સી.આર.સી કો. ઓ વૈશાલી બેન નાયર દ્વારા પધારેલ તમામ નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.અને સ્પર્ધા અંતર્ગત બાળકો ને નિયમો અંગે માહિતગાર કર્યા હતા.આ કલા ઉત્સવ માં કુલ ચાર સ્પર્ધા માં 9 શાળા ના 34 બાળકો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. વિવિધ શાળા ના 12 શિક્ષકો એ નિર્ણાયક તરીકે પોતાની સેવા આપી હતી.ભાગ લીધેલ તમામ બાળકો ને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં ગ્રુપ શાળા ના આચાર્ય શ્રી દિનેશ ભાઈ પ્રજાપતિ,ગાંધીધામ શિક્ષક સમાજ ના મહામંત્રી અને જવાહર નગર શાળા ના આચાર્ય શ્રી પંકજ ભાઈ પટેલ તેમજ વિવિધ શાળા ના આચાર્ય શ્રી મિત્તલ બેન રોહિત,પ્રહલાદ ભાઈ ગલચર,જશવંતભાઈ ચૌધરી અને બીજા શિક્ષકો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા.ચિત્ર સ્પર્ધા માં .શ્રી પડાણા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી.ચૌધરી પ્રિયંકા વિનોદભાઈ, બાળ કવિ સ્પર્ધામાં શ્રી ડૉ બી.આર.આંબેડકર કન્યાશાળા ના .સૈયદ તનવીર ઇબ્રહિમશા,સંગીત ગાયન સ્પર્ધામાં. પી.એમ.શ્રી .મીઠી રોહાર પ્રા.શાળા ના.પરમાર દીપિકા હમીરભાઇ અને સંગીત વાદન સ્પર્ધા માં.શ્રી ખારીરોહર કુમાર પ્રા.શાળા ના લંઘા મો. સેજાન ગની. પ્રથમ નંબરે વિજેતા થયેલ હતા.આ બાળકો બી.આર.સી કક્ષા એ આગળ ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવશે.આ કાર્યક્રમ ને સફળ બનાવવા સી.આર.સી.કો. ઓ વૈશાલી બેન નાયર અને મીઠી રોહર ના શિક્ષકો એ યોગદાન આપ્યું હતું.ત્યાર બાદ સી.આર.સી દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો.




