RAMESH SAVANI

ડૉ. આંબેડકર : ‘શિક્ષણ તો પ્રકાશ, દ્રષ્ટિ અને શાણપણના દરવાજા ખોલવાની મુખ્ય ચાવી છે !’

5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ. ત્યારે સવાલ થયો કે ડૉ. ભીમ રાવ આંબેડકર શિક્ષક તરીકે કેવા હતા?

ડૉ. આંબેડકર દેશને બંધુત્વ/ સમાનતા/ ન્યાય/ સ્વતંત્રતા આપનાર એક શિલ્પી હતા; કેમકે તેમનામાં એક શિક્ષક જીવ પણ હતો. તેમણે વંચિત વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા માટે બોમ્બે અને ઔરંગાબાદમાં ‘પીપલ્સ એજ્યુકેશન સોસાયટી’ની સ્થાપના કરી હતી. તેમના પ્રવચનો, તેમણે જર્નલો માટે લખેલા લેખો અને શૈક્ષણિક સંસ્થાઓમાં તેમનું કાર્ય એ શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે વંચિતોને/ દલિતોને સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રોમાં, અગ્ર વર્ગ સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે ભારતીય બંધારણના આર્ટિકલ-30 અને 29 હેઠળ અધિકારો આપીને ભારતીય સમાજના તમામ વર્ગો માટે શિક્ષણના અધિકારનું રક્ષણ કર્યું છે. તેમણે વંચિત/ દલિત વર્ગનો અવાજ ઉઠાવવા, તેમને તેમની ઊંઘમાંથી જગાડવા અને શિક્ષણ દ્વારા તેમના રાજકીય, આર્થિક અને સામાજિક ઉત્થાન માટે ઐતિહાસિક કામ કર્યું હતું.
ડૉ. આંબેડકર શિક્ષણને પ્રાથમિકતા આપવા અડગ હતા. તેમણે ભારતમાં એક એવી શિક્ષણ પ્રણાલીની કલ્પના કરી હતી જે નાગરિકોને માનવ અધિકારની જાગૃતિ/ તેનું પાલન/ માનવ ગૌરવ અને ન્યાય વિશે શીખવે. તેમણે કહ્યું હતું : ‘શિક્ષણ, વંચિત/ દલિત લોકોને ન્યાય માટે લડવા અને લાંબા સમયથી તેઓના શોષણનો અંત લાવવા પ્રોત્સાહિત કરી શકે છે. ગરીબોના પછાતપણામાં ફાળો આપતું મૂળભૂત પરિબળ જ્ઞાનનો અભાવ છે. દરેક શૈક્ષણિક સંસ્થા સામાજિક પરિવર્તન માટે શક્તિ-કેન્દ્ર છે. દરેક શૈક્ષણિક સંસ્થા સમાજ પરિવર્તનની વાહક બનવી જોઈએ. માણસનું સમાજીકરણ અને નૈતિકીકરણ એ શિક્ષણનો હેતુ છે. શિક્ષણ સંસ્કૃતિ અને સભ્યતાનો પાયો નાખે છે. મગજને કેળવવું એ માનવ અસ્તિત્વનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ.’ ડો. આંબેડકરે જ્ઞાનના બે ઉપયોગો વચ્ચે ભેદ પાડ્યો: પ્રથમ, તેને અન્ય લોકોના લાભ માટે પ્રાપ્ત કરવું, અને બીજું, તેને પોતાના સુધારણા માટે લાગુ કરવું. તેમણે સામાજિક મુક્તિ માટે બિનસાંપ્રદાયિક શિક્ષણ પર ખૂબ ભાર મૂક્યો. શિક્ષણનું એકમાત્ર ધ્યેય સામાજિક, આર્થિક અને રાજકીય ઉત્થાન માટે છે. ડૉ. આંબેડકરની સામાજિક અને નૈતિક ફિલસૂફીએ હતાશ લોકોને સ્વતંત્રતા અને એકતા તરફ આગળ વધવા માટે; તેમની જૂની વિચારસરણી અને વર્તનની રીતોને બદલવાની જરૂરિયાત વિશે શિક્ષિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તમામ ધર્મો, પ્રદેશો, વર્ગો અને જાતિઓના બાળકોમાં સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, ન્યાય અને નૈતિક ચારિત્ર્યના વિચારો પ્રસ્થાપિત કરવા એ તેમના શૈક્ષણિક ફિલસૂફીનું મુખ્ય લક્ષ્ય હતું. તેમણે કહ્યું હતું : ‘School is a holy institution where the brains of the pupils are cultured-શાળા એ એક પવિત્ર સંસ્થા છે, જ્યાં વિદ્યાર્થીઓનું મગજ સંસ્કારી બને છે.’
ડૉ. આંબેડકરે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં વર્ષો સુધી લેક્ચરર તરીકે કામ કર્યું. તેથી, તેઓ વિદ્યાર્થીઓના મગજની સંપૂર્ણ સમજ ધરાવતા હતા. તેમના મતે, વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ શિક્ષણ દ્વારા વધારવો જોઈએ, અને તેઓને કસોટી લેતી વખતે અથવા નવા હસ્તગત કૌશલ્યોનો ઉપયોગ કરતી વખતે તકલીફ ન થવી જોઈએ. તેમણે શિક્ષણના મહત્વ પર અને વિદ્યાર્થીઓને તેમના વર્તન અને ચારિત્ર્યમાં સ્વતંત્રતા, બુદ્ધિમત્તા, શિષ્ટાચાર અને ચુસ્ત અનુશાસન કેળવવા પર ભાર મૂક્યો હતો.
સભ્યતા અને જ્ઞાન બંને જરૂરી છે, પરંતુ માત્ર જ્ઞાનનો કોઈ અર્થ નથી. તેમણે કહ્યું હતું : ‘social emotions should be taught to pupils through the educational process-શૈક્ષણિક પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓને સામાજિક લાગણીઓ/સામાજિક નિસ્બત શીખવવી જોઈએ. To be cultural, knowledgeable, and educationist is entirely different from achieving good marks in the examinations and getting the degree. The teacher needs to be aware of the fundamental issues and gaps in the pupils-ભદ્ર, જાણકાર અને શિક્ષણવિદ બનવું એ પરીક્ષાઓમાં સારા ગુણ હાંસલ કરવા અને ડિગ્રી મેળવવાથી સાવ અલગ છે. શિક્ષકે વિદ્યાર્થીઓના શિક્ષણમાં રહેલા પાયાના મુદ્દાઓ અને ગેપ વિશે જાગૃત રહેવાની જરૂર છે. વિદ્યાર્થીઓ પાસે concepts-વિભાવનાઓની મૂળભૂત સમજ તેમજ નવીનતા, તાર્કિક રીતે સમસ્યાઓ હલ કરવાની, આત્મવિશ્વાસ સાથે પોતાની જાતને વ્યક્ત કરવાની, તેમના આંતરિક વિચારોને યોગ્ય રીતે રજૂ કરવાની અને સર્જનાત્મક રીતે વ્યક્ત કરવાની ક્ષમતાનો અભાવ હોય છે, આ ગેપ શિક્ષકે પૂરવાનો છે.’
રાષ્ટ્ર અને સમાજ માટે તેમનો મૂળભૂત સંદેશ છે : ‘take education, be united, and do the struggle-શિક્ષિત બનો, એક થાઓ અને સંઘર્ષ કરો.’ કારણ કે શિક્ષણ એ એકમાત્ર માધ્યમ છે જેના દ્વારા સમાજ આગળ વધી શકે છે અને વિકાસ કરી શકે છે, શિક્ષણમાં માણસને ગુલામી અને શોષણમાંથી મુક્ત કરવાની ક્ષમતા છે. શિક્ષણ સામાજિક પરિવર્તન લાવી શકે છે અને સમાનતાને પ્રોત્સાહન આપી શકે છે.’
શિક્ષક તરીકે ડો.બી.આર. આંબેડકર સંશોધનાત્મક અને કલ્પનાશીલ હતા. તેઓ માનતા છે કે ‘શીખવું એ સતત પ્રક્રિયા છે, જેમાં પ્રશિક્ષક તેના સાચા પાયા તરીકે સેવા આપે છે. તેથી શિક્ષણ અને ક્ષમતા સંપૂર્ણપણે શિક્ષકની ડિલિવરી કૌશલ્ય, આત્મનિર્ભરતા અને સાચા જ્ઞાન પર આધારિત છે. શિક્ષક પાસે ઘણી બધી કુશળતા હોવી જોઈએ. તે સમજદાર અને તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતો હોવો જોઈએ. તે રાષ્ટ્રનો નિર્માતા છે દેશની સમૃદ્ધિ માટે શિક્ષિત શ્રમ જરૂરી છે. શિક્ષણ તો પ્રકાશ, દ્રષ્ટિ અને શાણપણના દરવાજા ખોલવાની મુખ્ય ચાવી છે !’rs

Back to top button
error: Content is protected !!