
સાયલાના આયા બોર્ડ પાસે ચોટીલા પોલીસની જીપ નો અકસ્માત.

brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 39;
સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર આવેલા આયા બોર્ડ પાસે પોલીસની જીપ નો અકસ્માત સર્જાયો હતો.રોડ પર પશુ આવતા જીપ નાં ચાલકે સ્ટેરીંગ કાબુ ગુમાવતા રોડ પર નીચે ઉતરી ગઈ.જીપ નો અકસ્માત સર્જાતા તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ પહોંચી.સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.બે પોલીસ કર્મીઓને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા.
લોકો પાસે મળતી માહિતી મુજબ રાત્રિના સમયે પોલીસ કર્મીઓ પાયલોટિંગ કરવા નીકળ્યા હતા. જ્યારે સાયલા ચોટીલા વચ્ચે આયા બોર્ડ પાસે સામતપરના પાટિયા આગળ આ અચાનક પશુ આવતા પોલીસની જીપ હાઇવે પરથી નીચે ઉતરી બાવળામાં ખાબકી હતી. જોકે વધારે કોઈ જાન હાની પહોંચી ન હતી. તેમાં બે પોલીસકર્મીઓ ને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ દિવસના સમયે તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી જીસીબી વડે બાવળીયા ની ઝાડી માંથી પોલીસની કારને બહાર કાઢવામાં આવી હતી.
અહેવાલ,,જેસીંગભાઇ સારોલા સાયલા


