
તા.૧૬.૦૯.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod: ઝાલોદ નગરના લુહારવાડા વિસ્તારમાં આવેલ મહાદેવ મંદિરમાં અડધી રાત્રે ચોરો ચોરી કરવા માટે ઘુસ્યા તાળો તોડવા નું અવાજ ગ્રામજનોને આવતા ચોર જંગલમાં ભાગી ગયા
સમગ્ર ઘટના દાહોદના ઝાલોદ નગરના લુહારવાડા વિસ્તારમાં બની હતી. ત્યાં આવેલ મહાદેવ મંદિરમાં અડધી રાત્રે ચોરો ચોરી કરવા માટે ઘુસ્યા હતા તથા મંદિરના તાળા તોડવા લાગ્યા હતા. અવાજ થતાં ગ્રામજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ બાદ પોલીસ ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને જોતા જ ચોર પાસેના જંગલમાં ભાગી ગયા હતા
સંઘવીએ વધુમાં લખ્યું કે, “ગઈકાલે એક મંદિરમાં ચોરી કરતો ચોર ગાઢ જંગલમાં ભાગી ગયો હતો, પણ DSP દાહોદ અને ટીમે તેને ભાગવા દીધો નહોતો! તેમણે ગુનેગારને ટ્રેક કરવા અને પકડવા માટે થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોનનો ઉપયોગ કર્યો.” તેમણે દાહોદ પોલીસ ટીમ પર ગર્વ વ્યક્ત કરતા લખ્યું હતું કે, “આ ઉત્કૃષ્ટ કામગીરી માટે DSP દાહોદ અને તેમની ટીમને અભિનંદન આપતા ગર્વ અનુભવું છું
સમગ્ર ઘટના દાહોદના ઝાલોદ નગરના લુહારવાડા વિસ્તારમાં બની હતી. ત્યાં આવેલ મહાદેવ મંદિરમાં અડધી રાત્રે ચોરો ચોરી કરવા માટે ઘુસ્યા હતા તથા મંદિરના તાળા તોડવા લાગ્યા હતા. અવાજ થતાં ગ્રામજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ બાદ પોલીસ ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને જોતા જ ચોર પાસેના જંગલમાં ભાગી ગયા હતા અહેવાલ અનુસાર મંદિરમાં ૪ ચોર ચોરી કરવા આવ્યા હતા જે ભાગી જતા ચોરને શોધવાનું ઓપરેશન લગભગ રાત્રિના ૨ થી સવારના ૭ વાગ્યા સુધી ચાલ્યું હતું. આ દરમિયાન પોલીસે ૨ ચોરને પકડી લીધા હતા, પરંતુ બાકીના ૨ ચોરને પકડવા માટે પોલીસે ડ્રોનની મદદ લીધી હતી. આ તમામ ચોરો મધ્યપ્રદેશ તરફના હોવાનું સામે આવ્યું હતું





