ભાજપ થરાદ શહેર દ્વારા તંત્રને જાણ કરી નારણદેવી પ્રાથમિક શાળાની બાજુમાં અને લુહાર વાસ શિવ નગર ખાતે ભૂગર્ભ ગટરનો કાયમી નિકાલ કરાવ્યો
જનતાને પડતી તકલીફો તેમજ સમસ્યાને લઈને ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ખૂબ જ સક્રિય કાર્ય કરી રહ્યા છે
થરાદના નારણ દેવી પ્રાથમિક શાળા ની બાજુમાં 15 દિવસથી ગટરના પાણીની સમસ્યા હતી જેને સ્થાનિક લોકો દ્વારા રજૂઆત થતા શહેરના મહામંત્રી પ્રતાપભાઈ સોની અને યુવા પ્રમુખ હિતેશભાઇ વાણીયા દ્વારા મુલાકાત લઈ સત્વરે કાર્ય પૂર્ણ કરવા તંત્રને જાણકારી અને બીજા દિવસે આ પ્રશ્નનું નિરાકરણ તંત્ર દ્વારાપૂર્ણ કરવામાં આવ્યું હતું સાથે શિવનગર ખાતે લુહારવાસમાં છ મહિના નો જુનો ભૂગર્ભ ગટરનો પ્રશ્ન નો પણ હલ કરવામાં આવ્યો હતો સ્થાનિક રહીશો એ ખૂબ આભાર વ્યક્ત કર્યો સાથે આવા અનેક સત કાર્યો ભાજપ મહોડી મંડળ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને હોદ્દેદારો પોતાનો યોગ્ય સમય આપી અને લોકોના હિતના કાર્યોમાં કાર્ય કરી રહ્યા છે થરાદ શહેરના તમામ પ્રશ્નો હાલ માટે થરાદ શહેર ભાજપની વોર્ડ વાઈજ ટીમની નિમણૂક કરવામાં આવી છે પ્રમુખ અજયભાઈ ઓઝા અને અર્જુનસિંહ વાઘેલા સમગ્ર ટીમ સાથે મળીને દરેક પ્રશ્નો નિરાકરણ કરવા માટે સત્વર છે