GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી માળીયા હાઈવે રોડ ઉપર ટ્રકે એસ ટી બસને ઠોકર મારતા બસમાં નુકસાન

 

MORBI:મોરબી માળીયા હાઈવે રોડ ઉપર ટ્રકે એસ ટી બસને ઠોકર મારતા બસમાં નુકસાન

 

 

મોરબી માળીયા હાઈવે રોડ ઉપર આવેલ સોખડા ગામના પાટીયા નજીક રોડ ઉપર ઘેટાં પસાર થતા એસટી બસ ઉભી રાખેલ હોય ત્યારે પાછાળ થી ટ્રકની ઠોકર લાગતા બસમાં મોટી નુકસાની થઈ હતી જેથી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ મોરબીના જુના નાગડાવાસમા રહેતા અને એસટીમા ડ્રાઈવીંગ કરતા અમુભાઈ રાણાભાઇ ધ્રાંગા (ઉ.વ.૫૫) એ આરોપી ટ્રક કન્ટેનર રજીસ્ટર નંબર -જીજે-૩૯-ટી-૧૪૬૨ ના ચાલક પુખરાજ ગોમારામ ચૌધરી રહે. બાડમેર રાજસ્થાનવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાની એસ.ટી.બસ રજી.નં. GJ-18-Z-6698 લઇને જતા હોઇ અને નેશનલ હાઇવે રોડ પરથી ઘેટા પસાર થતા આગળના ભાગે ટ્રક કન્ટેનર ઉભેલ હોઇ ફરીયાદીએ પોતાની એસ.ટી.બસ ઉભી રાખેલ હોઇ તેમ છતાં ટ્રક કન્ટેનર રજી.નં. GJ-39-T-1462 ના ચાલક પુખરાજ ચૌધરીએ પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી આગળ ધ્યાન ન રાખી ટ્રકમાં બ્રેક કરેલ નહી અને ફરીયાદીની એસટી બસને પાછળ ઠોકર મારી એસટી બસ આગળ ઉભેલ કન્ટેનરમાં અથડાતા એસટી બસમાં આગળના ભાગે તથા પાછળના ભાગે મોટી નુકશાની પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!