TANKARA:ટંકારાના સજનપર ગામે રહેણાંકમાં જુગાર રમતા ૮ ઈસમો ઝડપાયા
TANKARA:ટંકારાના સજનપર ગામે રહેણાંકમાં જુગાર રમતા ૮ ઈસમો ઝડપાયા
ટંકારા પોલીસે પૂર્વ બાતમીને આધારે તાલુકાના સજનપર ગામે રહેણાંક મકાનમાં રેઇડ કરી તીનપત્તીનો જુગાર રમતા ૮ પત્તાપ્રેમીઓને રોકડા રૂપિયા ૩.૮૯ લાખ સાથે પકડી લેવામાં આવ્યા હતા.
ટંકારા પોલીસને ખાનગીરાહે મળેલ બાતમીને આધારે ટંકારા તાલુકાના સજનપર ગામના રહેણાંકી મકાનમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીના જુગારની બાઝી માંડી બેઠેલા કુલ ૮ જુગારીને પકડી લેવામાં આવ્યા હતા. જેમાં રાજેશભાઈ ભગવાનભાઈ શિણોજીયા(પટેલ) ઉવ.૪૫ રહે.ગામ સજ્જનપર તા.ટંકારા, મનોજભાઈ જેરામભાઈ વિરમગામા(પટેલ) ઉવ.૩૭ રહે-ગામ નેસડા સુરજી તા.ટંકારા, મહેન્દ્રભાઈ વેલજીભાઈ શિણોજીયા(પટેલ) ઉવ.૩૬ રહે.૨૦૩, સંકલ્પ પ્લસ એપાર્ટમેન્ટ રવાપર રોડ મોરબી, નરેન્દ્રભાઈ હસમુખભાઈ જીવાણી(પટેલ) ઉવ.૩૦ રહે.શેરી નં.૩ વૈભવ લક્ષ્મી ઉમિયા સોસાયટી રવાપર રોડ મોરબી, જયંતિભાઈ વશરામભાઈ બરાસરા(પટેલ) ઉવ.પર રહે.ગામ સજ્જનપર તા.ટંકારા, મહેન્દ્રભાઈ હરજીભાઈ રંગપરીયા(પટેલ) ઉવ.૪૨ રહે.ગામ ધૂનડા તા. ટંકારા, સલીમભાઈ સદરૂદ્દીનભાઈ બખતરીયા(મુસ્લિમ) ઉવ.પર રહે.ગામ ધૂનડા તા.ટંકારા, જયંતીભાઈ ત્રિકમજીભાઈ રંગપરીયા(પટેલ) ઉવ.૪૫ રહે.૩૦૩ બી એપાર્ટમેન્ટ શક્તિ ટાઉનશીપ રવાપર રોડ મોરબીવાળાની અટક કરી હતી. દરોડા દરમિયાન ટંકારા પોલીસે સ્થળ ઉપરથી ૩.૮૯ લાખ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો.