GUJARATIDARSABARKANTHA

ભાદરવી પૂનમને પગલે નાના અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું…

સાબરકાંઠા…

ભાદરવી પૂનમને પગલે નાના અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું…

લાખો માઈ ભક્તોએ માતાજીનાં ચરણોમાં શિશ ઝુકાવી ધન્યતા અનુભવી…

તસ્વીર:-

ભાદરવા મહિના માં નાના અંબાજી તેમજ મોટા અંબાજી ખાતે આસ્થા અને ભક્તિનો મહિનો રહેલો છે. ત્યારે ભાદરવી પૂનમે અંબાજી અને નાના અંબાજી ખાતે જગત જનની જગદંબાના દર્શન કરવા લાખો માઈ ભક્તો પગપાળા ચાલી ને જતા હોય છે. નાંના અંબાજી તરીકે ઓળખાતા ખેડબ્રહ્મા અંબાજી તરીકે નો મોટો મહિમા રહેલો છે. જગત જનની જગદંબાનું પ્રાગટ્ય સ્થાન તરિકે નાના અંબાજી સમગ્ર દેશ વિદેશમાં જાણીતું છે. માતાજી ખેડબ્રહ્મા ખાતે સ્વયંભૂ પ્રગટ થયા હતા ત્યારથી લઇ આજદિન સુધી અહી ભક્તોની વિશેષ આસ્થ રહેલી છે. ખેડબ્રહ્માના નાના અંબાજી ખાતે ભાદરવી પૂનમે લાખોની સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે જ્યારે ભાદરવી પૂનમને પગલે ખેડબ્રહ્મા મંદીરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું જેમાં માઈ મંદિરે અત્યાર સુધી 8 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુ ઓએ માના દર્શન કર્યાં છે. 6 હજારથી વધુ ધજાઓ માને ચડાવવા માં આવી છે. જ્યારે 151 સંઘ ખેડબ્રહ્મા નાના અંબાજી ખાતે રાત્રી રોકાણ કર્યા બાદ મોટા અંબાજી તરફ પ્રયાણ કરી ચૂક્યા છે. ત્યારે 3 લાખ થી વધુ નો ચોખ્ખા ઘી ની પ્રસાદી માઇભક્તોએ ખરીદી કરી છે. મંદિરે આવતા તમામ ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે જ્યારે દર્શનાર્થે આવતા ભક્તોને કોઈપણ પ્રકારની અવગણના ન પડે તેને લઇ તંત્ર દ્વારા ખાસ સુવિધાઓ ઉભી કરાઈ છે. નાના અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી 20 રૂપિયાનાં ટોકન પેટે ભોજન ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ સીસીટીવી ફૂટેજની દેખરેખ હેઠળ કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઈ મંદીર ટ્રસ્ટ દ્વારા સતત મોનિટિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. અને આવનાર આસો નવરાત્રી માં માના દર્શન કરવા અને ગરબે ગુમવા ખેલ્યાઓ સહિત ભક્તો થનગની રહ્યા છે….

બોક્ષ:-
ખેડબ્રહ્મા નાના અંબાજી ખાતે ભાદરવા પુનમને પગલે મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્તું હોઇ છે. પગપાળા સંઘ લઇ ભકતોની સુરક્ષા અને સલામતિને ધ્યાને દીવસ રાત સુરક્ષામાં વ્યસ્ત પોલીસ સ્ટાફ દ્વારા પણ ભાદરવી પૂનમે નાના અંબાજી ખાતે ધ્વજા ચડાવાઈ છે. ત્યારે આ વર્ષે પણ ભાદરવી પૂનમના રોજ જીલ્લા સમાહર્તા, જીલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી સહિત સરકારી તંત્ર તેમજ પોલીસ જવાનોએ એસ.આર.પી બેન્ડ સાથે માતાજીની ધ્વજા ચડાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી…

બોક્ષ:-
નાના અંબાજી ખાતે સમગ્ર ગુજરાત સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં માઈભક્તો ભાદરવી પૂનમને લઈ માતાજીના દર્શનાર્થે પહોંચતા હોય છે. ત્યારે ભાદરવી પૂનમના મહામેળા ને પગલે સાબરકાંઠા સ્ટેટ આર.એમ.બી વિભાગ દ્વારા ખેડબ્રહ્મા શહેરના માર્ગો પરથી પ્રસાર થઈ માતાજીના ચાચરચોકમાં પહોંચ્યા હતા. ઢોલ નગારા સાથે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સહિત કર્મચારીઓએ માતાજીને મંદીરે ધ્વજા ચડાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઢોલ નગારા સાથે પહોંચેલા સરકારી વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ બોલ મારી અંબે જય જય અંબે નાદ સાથે જુમી ઉઠ્યા હતા….

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!