વડોદરા:મુસ્લિમ ધર્મગુરુ સૈયદ મોઈનુદ્દીન બાબા જીલાની આ ફાની દુનિયાને કરી અલવિદા.અંતીમ દર્શન માટે માનવ મહાસાગર ઉમટી પડ્યું

તારીખ ૧૮/૦૯/૨૦૨૪
કાદીર દાઢી/સાજીદ વાઘેલા
કાદરી રિફાઈ સીલ-સીલા ના મહાન શખ્સિયત મુસ્લિમોના ધર્મગુરુ અને વડોદરા શહેર સ્થિત જુમ્મા મસ્જીદ ખાતે આવેલી ખાનકાહે એહલે સુન્નતના સાહિબે સજ્જાદા નશીન હજરત સૈયદ મોઈનુદ્દીન બાબા જીલાની યુલ કાદરી સાહેબનુ મંગળવાર રોજ મોડી રાત્રે ૯:૦૦ વાગ્યે અંતિમ સાંસ લઇ આ ફાની દુનિયા છોડી રુખસત થયા હતા હઝરત સાહેબ કેટલાક દિવસથી બીમાર હતા સૈયદ મોઈનુદ્દીન બાબા ની આ દુનિયામાંથી વિદાયની ખબર પર ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી તેમજ વિદેશ માં રહેતા અનુયાયિયો (મુરીદો)ને થતાં માનવ મહાસાગર ઉમટી પડયો હતો. બુધવારે રાત્રીના ૯:૦૦ વાગ્યા હઝરત સૈયદ મોઈનુદ્દીન બાબા ને વડોદરા મેમણ કોલોની ધનાની પાર્ક તેમના પૂર્વજો હઝરત સૈયદ અઝીમે મિલ્લત ના મજાર શરીફના બાજુ માં સુપુર્દે-એ-ખાક એટલે કે દફનવિધી કરવામાં આવી હતી .હઝરત સૈયદ મોઈનુદ્દીન બાબા જીલાનીયુલ કાદરી સાહેબે ખાટકીવાડ ગોસીયા મસ્જીદ સ્થિત તેમના મકાન પર મંગળવારે મોડી રાત્રે નવ વાગ્યાના અરસામાં અંતિમ સાંસ લીધાં હતાં બુધવારે રાતના નમાજે ઈશા પછી તેમનો જનાજા તેમના ઘરેથી નીકળી વડોદરા શહેર માંડવી ગેટ પાસે આવેલ ખાનકાહે એહલે સુન્નત જુમ્મા મસ્જીદ પાસે જા-નમાજ પઢવામાં આવી હતી ત્યારબાદ તેમના પૂર્વજોના મજાર શરીફ મેમણ કોલોની ધનાની પાર્ક માટે રવાના થતાં હજરત સૈયદ મોઈનુદ્દીન બાબા ના જનાજા ને કાંધો આપવા માનવ મહાસાગર ઉમટી પડતાં મેનરોડ પર દૂર-દૂર તક મુરિદો ના હજુમ ના દ્રશ્યો સર્જાયા હતા.સૈયદ મોઈનુદ્દીન બાબા ની જા-નમાજ તેમના સાહબજાદા સૈયદ અમીરુદ્દીન બાબા સાહેબે પઢાવી હતી.હજરતની જા-નમાજમા દરેક સીલસીલા ધર્મગુરુ મુફ્તીઓ આલીમો હાફિઝો ખલીફાઓ તથા મુરીદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








