GUJARATRAJKOT CITY / TALUKOVINCHCHHIYA
Rajkot: વિંછીયાના મોઢુકા ગામે રસ્તાઓ સહિત જાહેર ઇમારતોની સફાઈ કરાઈ
૧૮/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: સ્વચ્છતા હી સેવા*ના રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાન હેઠળ ગામે ગામ સફાઈ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે વિંછીયા તાલુકાના મોઢુકા ગામે સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત મુખ્ય બજાર અને જાહેર રસ્તા પર આવેલ ઉકરડા તેમજ અન્ય કચરાનો નિકાલ કરાયો હતો.
તથા ગામમાં આવેલી જાહેર ઇમારતોની સફાઈ કરાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એ. કે.વસ્તાણીના સંકલનમા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાઈ રહ્યું છે.