GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના દેલોલ સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ હિંમતપુરા પ્રાથમિક શાળામાં ઉજવાયો

 

તારીખ ૨૦/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના દેલોલ સેન્ટરની ધોરણ ૬થી ૮ની તમામ શાળાઓનો સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ-૨૦૨૪ તાલુકાની હિમતપુરા પ્રાથમિક શાળામાં ઉજવવામાં આવ્યો હતો જેમાં દેલોલ પગારકેન્દ્રની પેટાશાળા ઓ દેલોલ, ખડકી, હિંમતપુરા, ઝાંખરીપુરા તેમજ એમ એમ એસ વિદ્યામંદીર દેલોલ ના શાળા કક્ષાએ પ્રથમ નંબરે આવેલ વીસેક જેટલા બાળકોએ ચિત્રકલા,બાળકવિ,ગાયન અને વાદન જેવી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો દરેક સ્પર્ધાના ત્રણ-ત્રણ નિર્ણાયક દ્વારા બાળકોનું તટસ્થ અને પારદર્શક મૂલ્યાંકન કરાયું હતું જેમાં આખો દિવસ કલામય રહ્યો હતો જ્યારે ચાર વાગ્યા પછી તમામ સ્પર્ધાના પરિણામ જાહેર કરાયા હતા અને દરેક સ્પર્ધાના અનુક્રમે પ્રથમ, દ્વિતિય અને તૃતીય નંબરે આવેલ બાળકને ₹ ૩૦૦,₹ ૨૦૦ અને ₹ ૧૦૦નું પ્રોત્સાહક ઇનામ તેમજ પ્રમાણપત્ર અને બોલપેન એનાયત કરવામાં આવ્યા હતા હિંમતપુરા શાળાના નિવૃત શિક્ષિકા બહેન વર્ષાબેન વિનોદભાઈ અમીન દ્વારા દરેક બાળકોને પેન આપી પ્રોત્સાહિત કર્યા હતા.હિંમતપુરા શાળા પરિવાર તરફથી મહેમાન શાળાઓના શિક્ષકો અને બાળકો માટે તિથિભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ દેલોલ સી.આર.સી.કો.ઓ. રીતેશભાઈ પટેલના સુચારુ આયોજન હેઠળ સફળ અને યાદગાર રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!