DAHODGUJARAT

આયુષ્માન ભવઃ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં કુલ 100જેટલા આયુષ્માન આરોગ્ય મંદીર ખાતે આયુષ્માન આરોગ્ય શિબિર કરવામાં આવી

તા.૨૦.૦૯.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:આયુષ્માન ભવઃ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં કુલ 100જેટલા આયુષ્માન આરોગ્ય મંદીર ખાતે આયુષ્માન આરોગ્ય શિબિર કરવામાં આવી

આજ રોજ દાહોદ જિલ્લાના માં આયુષ્માન ભવ:કાર્યક્રમ અંતર્ગત માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારી તથા અધીક જીલ્લા આરોગ્ય અઘિકારીના માર્ગદર્શન હેઠળ જીલ્લા ના કુલ 100 જેટલા આયુષ્માન આરોગ્ય મંદીર ખાતે આરોગ્ય શિબીર કરવામાં આવી હતી જેમાં કુલ 7377લાભાર્થીઓ એ લાભ લીધો હતો જેમાં એન.સી.ડી સ્ક્રીનીંગ માં ડાયાબિટીસ ના 110દર્દીઓ મળી આવ્યા, બ્લડપ્રેશર ના 220દર્દીઓ મળી આવ્યા , કેલ્શિયમ ની ઉણપ વાળા 18 દર્દીઓ અને એનિમિયા ના 25દર્દીઓ મળી આવ્યા તેમજ ઓરલ કેન્સરના 04 જેટલા શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા જે પૈકી જરૂર જણાય તેવા દર્દીઓ ને સ્થળ પર જ સારવાર આપવામાં આવી વધું સારવાર અર્થે જીલ્લા અને તાલુકાનો હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા સદર કેમ્પ ની અંદર આયુષ્માન આરોગ્ય મંદીરનો આરોગ્ય સ્ટાફ દવારા કામગીરી કરવામાં આવી

Back to top button
error: Content is protected !!