
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માર્ગ અને મકાન (રાજય) વિભાગ હસ્તકના ૧૦૯ રસ્તાઓની ૨૦૬૦.૧૨ કિ.મી લંબાઇ પૈકી જરૂરીયાત વાળા રસ્તા પર મેટલપેચ તથા ૩૫.૫ કિ.મી. લંબાઇ પૈકી ૨૭.૦૭ કિ.મીમાં આસ્ફાલ્ટ પેચવર્કની કામગીરી પૂર્ણ.
માંડવી, તા-૨૦ સપ્ટેમ્બર : કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારને શહેર સાથે જોડતા વિવિધ માર્ગોને સુગમ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ (રાજય) દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા તમામ માર્ગોની મરામત કામગીરી દિવસ – રાત પુરજોશમાં કરવામાં આવી રહી છે. માર્ગો પર પડેલા ખાડાના કારણે પ્રજાને હાલાકી ન પડે તે માટે કલેકટર શ્રી અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ ડામર પેચવર્ક સહિતની સઘન મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ (રાજય) દ્વારા જિલ્લામાં ગ્રામ્ય રસ્તાઓને શહેર સાથે જોડતા રસ્તાઓ ઉપર પડેલા ખાડાની પેચવર્ક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં રાપર ફતેહગઢ, ભુજ-અંજાર-ગાંધીધામ રોડ સહીત જુદા જુદા ગામો – વિસ્તારોનાં માર્ગો પર પડેલા ખાડાઓમાં ડામર તથા મેટલ પેચવર્ક કરી મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે.કચ્છ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (રાજય) હસ્તકના ૧૦૯ રસ્તાઓની કુલ ૨૦૬૦.૧૨ કિ.મી લંબાઇ પૈકી મેટલપેચની જરૂરીયાત વાળા રસ્તા પર મેટલપેચની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે, આસ્ફાલ્ટ પેચવર્કની જરૂરિયાત વાળી ૩૫.૫ કિ.મી. લંબાઇમાં મરામત કામગીરી શરૂ કરવામાં આવેલી છે. જે લંબાઇ પૈકી ૨૫.૦૭ કિ.મી. લંબાઇમાં આસ્ફાલ્ટ પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે તેમજ બાકી રહેતી કામગીરી પ્રગતિમાં છે જે ટુંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે.




