

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવાનાં મિશનપાડામાં આવેલ વનબંધુ આરોગ્ય ધામ ખાતે તા 22મી સપ્ટેમ્બર રવિવારનાં રોજ સ્વ.ઇન્દ્રવદનભાઈ આર.પારેખ (મુંબઈ)નાં સ્મરણાર્થે નેત્ર શિબિર તથા સ્વ. મંજુલાબેન કલાઈગરનાં સ્મરણાર્થે બાળરોગ, ડેન્ટલ, જનરલ શિબિર ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જે કેમ્પ સવારે 9:00 કલાકથી 1 કલાક સુધી કાર્યરત રહેશે.અહી કે.સી.પટેલ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ, વનબંધુ આરોગ્યધામ મિશનપાડા, આહવા અને તાપી બા આંખની હોસ્પિટલ સીતાપુર (વાંસદા)નાં સહકારથી ડો. ઉપેન્દ્ર કલાઈગર (સુરત) સાથી ડોકટર મિત્રોમાં ડો.રોહનભાઈ આરિવાલા, ડો. દર્શન કંસારા, ડો.ચાંદનીબેન ડી. કંસારા, ડો. અનુપ કંસારા, ડો. કિર્તીભાઈ પંડયા, ડો. સબોધભાઈ પંડયા, ડો.રાજભાઈ મોદી અને સેવાભાવી કાર્યકરો, કેમ્પને સફળ બનાવવા અથાગ પ્રયત્નો કરી રહયા છે.ત્યારે સર્વે હિતેચ્છુઓ, કાર્યકર્તાઓ હાજર રહી આ સેવા આપશે.અહી આદીવાસી વનબંધુઓ આ તબીબી સેવાનો વધુમાં વધુ લાભ લે તે માટે જાહેર નિમંત્રણ આપવામાં આવેલ છે.તેમજ આંખના ઓપરેશન, દવાનું વિતરણ, ચશ્માનું વિતરણ પણ કરવામાં આવશે.આ નિઃશુલ્ક કેમ્પમાં આદિવાસી વનબંધુઓને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરના 69માં મહાપરીનિર્વાણ દિવસ નિમિત્તે કેન્ડલ માર્ચ યોજાઈ.
દેવાના કારણે આત્મહત્યા કરનાર ખેડૂતના પરિવારની મુલાકાત લેશે અરવિંદ કેજરીવાલ: અજિત લોખીલ AAP
AAP ધારાસભ્ય ગોપાલઇટાલીયા પર કરવામાં આવેલ હુમલા પર પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની પ્રતિક્રિયા
Follow Us