Morbi’મોરબી જમીન મકાનના ધંધાર્થી અને વ્યાજ વટાઉનો કમિશનથી ધંધો કરતા પ્રૌઢે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
Morbi’મોરબી જમીન મકાનના ધંધાર્થી અને વ્યાજ વટાઉનો કમિશનથી ધંધો કરતા પ્રૌઢે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
મોરબી શનાળા રોડ જીઆઇડીસી સામે આરાધના સોસાયટીમાં ભાડેના મકાનમાં રહેતા મૂળ ચરાડવા ગામના વતની હરેશભાઇ કાંતિલાલ સાયતા જમીન મકાનની દલાલીના ધંધા સાથે સંકળાયેલ હોય. ગત તા.૧૯/૦૯ની રાત્રીએ તેઓએ ઝેરી દવા ગટગટાવી મોત વ્હાલું કર્યું હોય ત્યારે આ મૃત્યુના બનાવમાં મૃતક હરેશભાઈએ ત્રણ પાનાની સ્યુસાઇડ નોટ લખી હોય જેમાં ગેરકાયદેસર રીતે નાણા ધીરધારનો ધંધો કરતા ૧૫ વ્યાજખોરના નામ લખવામાં આવ્યા છે તો સાથે સાથે મૃતક હરેશભાઈએ પણ અન્ય ૨૬ વ્યક્તિઓને રૂપિયા કમિશને(વ્યાજે) આપ્યા હોય તેના નામનો પણ ઉલ્લેખ સ્યુસાઇડ નોટમાં સુવાચ્ય કરવામાં આવ્યો હોય પરંતુ હાલ માત્ર મૃતક હરેશભાઇને વ્યાજે રૂપિયા આપી તેની પઠાણી ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપી મરવા મજબુર કરનારા ૧૫ વ્યાજખોર સામે જ તેમની પત્ની દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.મોરબી શનાળા રોડ જીઆઇડીસી સામે આવેલ આરાધના સોસાયટીમાં દિનેશભાઇ વાણીયાના મકાનમાં ભાડે રહેતા જ્યોતિબેન હરેશભાઇ કાંતિલાલ સાયતા ઉવ.૫૮ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપીઓ (૧)યશવંતસિંહ રાણા,(૨)રાજભા, (૩)ભીખાભાઈ ભોજાણી, (૪)નરેન્દ્રભાઈ ભોજાણી, (૫)યોગેશભાઈ મિસ્ત્રી,(૬)સવજીભાઈ ફેફરભાઈ પટેલ, (૭)વનરાજસિંહ, (૮)નવીન હિરાભાઈ, (૯)મહાવીરસિંહ, (૧૦)ભાવેશભાઈ કારીયા, (૧૧)સમીરભાઈ પંડયા, (૧૨)લલીત મીરાણી, (૧૩)ગીરીશભાઈ કોટેચા, (૧૪)જગાભાઈ ઠક્કર તથા (૧૫)કલ્પેશ જગાભાઈ ઠકકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ઉપરોક્ત તમામ આરોપીઓએ ફરિયાદીના પતિ હરેશભાઇને અલગ અલગ સમયે વ્યાજે રૂપીયા આપી વ્યાજની ઉઘરાણી કરી માનસીક ત્રાસ આપી મરવા મજબુર કરતા ફરીયાદીના પતિએ પોતાના ઘરે આરોપીઓના માનસીક ત્રાસના કારણે ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મરવા મજબૂર કરનાર તમામ વ્યાજખોર આરોપીઓ સામે પોલીસે નાણા ધીરધાર અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસે ૧૫ વ્યાજખોર આરોપી પૈકી ૪આરોપીઓને ઝડપી લીધાહોય ત્યારે અન્ય પકડવા પર બાકી તમામને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.