DAHODGUJARAT

દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને લઈ વોર્ડ નંબર.૧ ના કાઉન્સીલર લખનભાઈ રાજગોર દ્વારા આત્મવિલોપનની ચીમકી સાથે આવેદનપત્ર પાઠવ્યુ 

તા.૨૭.૦૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને લઈ વોર્ડ નંબર.૧ ના કાઉન્સીલર લખનભાઈ રાજગોર દ્વારા આત્મવિલોપનની ચીમકી સાથે આવેદનપત્ર પાઠવ્યુ

દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં આશરે ૩૦,૦૦૦ જેટલી વસ્તીમાં કડાણા ડેમમાંથી આશરે ૮૪ કિ.મી.પાઈપ લાઈનથી પાણી પુરવઠો આપવામાં આવે છે કડાણા ડેમમાંથી છેલ્લા ઘણા સમયથી અનેકો કારણોસર ગોદી રોડ વિસ્તારમાં પાણી પુરવઠો નિયમિત આપવામાં આવતો નથી.તેમજ ગોદી રોડ વિસ્તારમાં ૮ થી ૧૦ દિવસ સુધી પાણી સપ્લાય આપવામાં નહી આપતા ગોદી રોડની પ્રજાને પાણી માટે વલખા મારવા પડે છે.તેમજ દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્રારા પાણી પુરવઠો ગોદી રોડની પ્રજાને નિયમિત ન મળતો હોય તે અંગે જરૂરી ટેન્કર દ્રારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવતી નથી.તેમજ અવાર નવાર પાણી પુરવઠા કચેરી દાહોદના અધિકારીને તેમજ સંતરામપુર એમ.જી.વી.સી.એલ.ના જવાબદાર અધિકારીઓને રજુઆતો કરવા છતાં બહેરા કાને અમારી રજુઆત અથડાઈ પરત આવે છે.ગોદી રોડની પ્રજાને નિયમિત પાણીની સપ્લાય નહી મળવાથી નગર પાલિકાના કાઉન્સીલર તરીકે પ્રજાની ગંભીર સમસ્યા હલ કરી શકતા નથી. તેમજ ગોદી રોડની પ્રજાનો આક્રોશનો ભોગ સ્થાનિક કાઉન્સીલર બની રહયા છીએ.જેમાં વહેલામાં વહેલી તકે ગોદીરોડ વિસ્તારમાં પીવાના પાણીની સમશ્યા હલ કરવામાં આવે એવી માંગ સાથે દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેને આત્મવિલોપનની ચિમકી સાથે કાઉન્સિલર લખન ભાઈ રાજગોર દ્વારા આવેદનપત્ર પાઠવ્યું

Back to top button
error: Content is protected !!