
હરિપુરા ગામનો ઈસમ નદીના પ્રવાહમાં તણાઈને મૃત્યુ પામેલના પરિવારને ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ચાર લાખ નો ચેક અર્પણ કરાયો

ઝઘડીયા તાલુકાના હરીપુરા ગામના ઈસમ નદીના પ્રવાહમાં તણાઈને મૃત્યુ પામેલાના પરિવાર ને ચાર લાખની સહાય નો ચેક ધારસભ્ય રિતેશ વસાવા ના હસ્તે તેઓના પરિવારજનો ને અર્પણ કરાયો
ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા ના હસ્તે તેઓના પરિવાર ને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો
ઝઘડીયા તાલુકાના દુમાલા હરીપુરા ગામના ઈસમ નદીના પ્રવાહમાં તણાઈ જતા ડૂબી જવાથી મરણ પામેલ તેઓ ના પરિવાર ને ચાર લાખની સહાય નો ચેક ધાર સભ્ય રિતેશ વસાવા ના હસ્તે તેઓના પરિવાર જનો ને અર્પણ કરાયો મળતી માહિતી મુજબ ઝઘડીયા તાલુકાના મોજે.દુમાલા હરીપુરા તા.ઝઘડીયા જિ.ભરૂચ ગામે તા.૦૮/૦૯/૨૦૨૪ ના રોજ ગામના રહીશ મુકેશભાઈ રેવલાભાઈ વસાવા પોતાની ભેંસો ચરાવવા માટે ગયેલ હતા તે દરમ્યાન હરીપુરા ગામ પાસે થઈ પસાર થતી મધુમતી નદીના પ્રવાહમાં તણાઈ જતા ડૂબી જવાથી મરણ પામેલ જેઓ ને સરકાર તરફથી સહાય મંજૂર થયેલ રૂપિયા ૪ લાખનો ચેક આજ રોજ ઝઘડીયા વિધાન સભાના ધારાસભ્ય રિતેશ વસાવા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા ના હસ્તે તેઓના પરિવાર ને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો
ઈરફાનખત્રી
રાજપારડી



