કાલોલ ના બેઢીયા ર.કા.ની મુવાડી પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલી થતાં માનભેર વિદાય સમારંભ યોજાયો

તારીખ ૨૬/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા બેઢીયા ર.કા.ની મુવાડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હસુમતીબેન પટેલ તથા ગૌરાંગકુમાર જોશી બંને શિક્ષકોની બદલી થતાં શાળાના બાળકો સાથે ગ્રામજનો તથા શાળા પરિવાર દ્વારા ભાવવિભોર બની ગામના અલગ અલગ ત્રણ સ્થળ ઉપર વિદાય સમારંભ યોજવામાં આવ્યા હતા જ્યાં શાળાના શિક્ષકગણ અને બાળકોની હાજરીમાં બંને શિક્ષકોને ગિફ્ટ આપી કેક કાપી વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.આજ ગામની હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ દ્વારા બંને શિક્ષકોને મોમેન્ટો આપી વિદાયમાન સાથે વીદાય આપવામાં આવી હતી અને ગામના ગોપેશ્વર મહાદેવ મંદિરમાં હસુમતીબેન પટેલ દ્વારા મંદિર બનાવવામાં ખૂબ જ સહકાર આપેલો હોય આ મંદિરના સ્થળે પણ ગામના શિક્ષકો સાથે સરપંચ દિવ્યાબેન વીરેન્દ્રસિંહ ચૌહાણ સહિત ગ્રામજનો દ્વારા ભગવાન શિવની મૂર્તિ અને ફોટો આપી બંને શિક્ષકોનું ભાવભીનું સ્વાગત કરી તેમને વિદાય આપવામાં આવી હતી જેમાં બંને શિક્ષકની કામગીરીના અને તેમની ભૂમિકાના લોકોએ વખાણ કર્યા હતા સારા અને નીવડેલા શિક્ષકોની આ ગામમાં ખોટ વર્તાશે તેવું ગામના વરીષ્ઠ નાગરિકો એ જણાવ્યું હતું અને બદલી ના સ્થળે બંને શિક્ષકો આવી જ સુંદર કામગીરી કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.









